“હું પણ નવો પ્રયોગ છે એટલે જાણવા ઉત્સુક છું.”
*
“ચાર માસે બન્ને જણ ત્યાં બેઠા હતા. આ વખતે વિરાધસેન પહેલા બોલ્યો “મિત્ર, આ વખતના પ્રયોગ તદ્દન સફળ થયો છે. અને હવે નિષ્ફળ જવાનો સંભવ નથી.”
“અવરોધે કશી શંકા દર્શાવી નહિ ?”
“અવરોધ કશો વિરોધ કરી શક્યો નથી. ખરું પૂછો તો મિત્ર તારી બુદ્ધિએ સ્ત્રીઓની બુદ્ધિને તો શું પણ તેમની શંકા અને મૂર્ખતાનો પણ પરાજય કર્યો છે. બધી સ્ત્રીઓ મૂંઝાય છે, કોઈ કોઈ મને મોં બતાવતી નથી. પણ તેથી તારો ઉપાય નિષ્ફળ જતો નથી.”
“અને આપની પ્રકૃતિ સ્વસ્થ રહે છે ?”
“હા. જો હું શાસ્ત્રકાર હોઉં તો આ સ્થિતિને જ મોક્ષ કહું. આપણું સુખ કેવળ સ્વતંત્ર હોય, જરા પણ પરાવલંબી ન હોય, કોઈ પણ સ્વતંત્ર ઈચ્છાવાળી વ્યક્તિને અધીન ન હોય, એનું જ નામ મેાક્ષ ! હાલ હું મોક્ષ—જીવન્મુક્તિની સ્થિતિ ભાગવું છું.”
“મને સંતોષ થયો.”
“પણ ઉપાય યોજનાની યુક્તિઓ તો હું તને કહેવી જ ભૂલી ગયો. હમણાં મેં એક નવી જ યુક્તિ કરી છે. બ્રાહ્મણો અને અન્ય વર્ણોની કન્યાનું કન્યાદાન રાજ્યખર્ચે આપવાની યોજના પ્રસિદ્ધ કરી છે, અને હવે મને પ્રૌઢ સ્ત્રીઓની સામે જોવું પણ નથી ગમતું. પણ ધુન્ધુમાર, આ અંજનથી સ્ત્રીને કશી અસર થતી હશે ખરી?”
“થવી તો ન જોઈએ. કેમ કાંઈ જોવામાં આવ્યું ?”
“ઘણીખરી કન્યાઓ અત્યન્ત ગભરાય છે. મારી હાજરીમાં બેસવાની ના પાડે છે, કંપે છે. જાણે એના અંગનો