લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
દ્વિરેફની વાતો


સુમતિ : ત્યારે દયાબહેનને ખબર આપ. અને બન્ને અહીં જ જમજો.

ચારુ૦ : અને સાંજે પછી બધાં સીનેમા જોવા જઈશું.

સુશીલા : ઠીક, ત્યારે જઈશ. ( જાય છે )

સુમતિ : ( તેને જતી જોઈ રહેતાં ) અહો ! શી છોકરી છે ને !

[ પડદા પડે છે ]

પ્રવેશ ૨ જો

સમય : સાંજના ૪ વાગ્યાનો
સ્થળ : સુશીલાનું દીવાનખાનું
 

[ સુશીલા દીવાનખાનામાં વાંચતી હોય છે ત્યાં ઘડિયાળમાં ચારના ટકોરા થાય છે. સુશીલા ઘડિયાળ સામું જોઈ ઊભી થાય છે, બારી આગળ જઈ ડોકિયું કરે છે, નિરાશ પગલે પાછી ફરે છે અને ખુરશી ઉપર બેસે છે, ઘડી વાંચે છે, ફરી ઘડિયાળ સામે જુએ છે, અને ઓરડામાં આંટા મારવા લાગે છે ત્યાં ચારુ૦ પ્રવેશ કરે છે. ]

સુશીલા : આવો ચારુબહેન ! હું સમજી ગઈ છું તમે કેમ આવ્યાં તે. ( બન્ને ખુરશીઓ ઉપર બેસે છે. )

ચારુ૦ : કેમ આવ્યાં કેમ વળી ? અમે ચા પીવા આવ્યાં છીએ.

સુશીલા : ના.

ચારુ૦ : ત્યારે જોજે, પીઉં છું કે નહિ !

સુશીલા : ના. ખોટું બોલે છે. હું જાણું છું.

ચારુ૦ : તો ગાંડી ! એટલું સમજી ગઈ તેમાં નવાઈ શી કરી ? કોઈ છોકરાને મારીએ અને કહીએ કે જોજો હમણાં રડશે, એમાં બહુ વરતી ગયાં કહેવાઈએ ? તું કરે એવું તે મારે આવવું જ પડે ને ! સાચું સમજી હો તો માની જા ને !