લઈને આવ્યાં. ( બધાં ટેબલ ફરતાં બેસે છે ) બા ! સુશીલાની ઇચ્છા તો પ્રભાવતી માસી એસાઇલમમાંથી છૂટીને આવે તે પછી લગ્ન કરવાની છે.
[ હવે પછીની વાતચીત ચા પીતાં પીતાં થાય છે. ]
સુમતિ : હં. એમાં શું ખાટું છે ! અત્યાર સુધી કહેતી કેમ નહોતી ? કેમ દયાબહેન !
દયા : પણ મને એમ કે વહેલું થાય તો ઠીક, મારે મારું ઘર પડવા આવ્યું છે તે સમું કરાવવા જવું છે. અત્યારથી સમું કરાવવા માંડીશ ત્યારે ચોમાસા પહેલાં થઈ રહેશે. હવે થોડા દિવસમાં જઈશ. લગનમાં મારી ખાસ શી જરૂર છે? વાજતે ગાજતે લગન કરજો, હું રાજી ને મારી આંતરડી રાજી.
સુશીલા : અરે પણ ફઈ ! તમે ન હો એ કેમ બને? આજ સુધી તો તમે કશું કહ્યું નથી ! વળી તમારે ઘરને શું કરવું છે ?
દયા : ના, બા. મારાથી એમ ન રહેવાય.
સુશીલા : પણ તમારે તો રહો છે એમ જ રહેવાનું છે. (કેશવ૦ પ્રવેશ કરે છે) લો, આ કાકા આવ્યા. એ મારો પક્ષ તાણશે.
કેશવ૦ : કેમ શી બાબત છે?
સુમતિ : સુશીલાને એમ છે, કે પ્રભાવતી એસાઈલમમાંથી ત્રણ મહિના પછી આવવાની છે, તે પછી લગન કરવાં.
ચારુ૦ : અને ભોળાનાથ કાકાનું એક બાવલું પણ તે અરસામાં આવી જશે.
કેશવ૦ : ( વિચાર કરીને ) એમ કરવાનું કાંઈ કારણ નથી.
સુશીલા : કાકા, એ તમે ડૉક્ટરો ન સમજો. હું એક વાર મિસ ગૌરીને મળવા તેની ચાલમાં ગઈ હતી. પડોશમાં એક સ્ત્રીને આંકડી આવી. તેને શુદ્ધિમાં લાવવા ખાસડું સુંઘાડતા હતા. વળી હિસ્ટીરિયામાં ડુંગળી કાપીને સુંઘાડતાં