લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
દ્વિરેફની વાતો

બોલાતાં હશે ? · · · પણ હું તો મક્કમ રહીશ. ભલે સૌને કરવું હોય તેમ કરે. ( ઊઠેને જાય છે. )

[ પડદો પડે છે. ]

પ્રવેશ ૩ જો

સમય : મોડી રાતનો
સ્થળ : સુશીલાનું ઘર, તેનો સૂવાનો ખંડ.
 

[ હાથમાં કંઈક ચોપાનિયું લઈને વાંચતા હોચ એવા આકારનું પ્રો. ભોળાનાથનું બાવલું ખુરશી ઉપર પડ્યું છે. એક ખૂણામાં પ્રભાવતી ખાટલામાં શૂન્ય મોંએ, ઉઘાડી આંખે બેઠેલી છે. બાવલા પાસે સુશીલા દીવે કોઈ ચોપડી વાંચે છે. ]

સુશીલા : ( વાંચવાનું બંધ કરી પ્રભા સામું જુએ છે ) અહોહો, હજી સુધી બેસી રહી છે. એણે આંખનું મટકું એ માર્યું નથી. હજી મને ઓળખતી લાગતી નથી. દયાફઈને પણ ઓળખતી લાગતી નથી ! પણ દયાફઈ હજી તેની પાસે જ ગયાં નથી ને ! મેં કહ્યું ત્યારે કહે, મને જોઈને એને જૂનું દુઃખ સાંભરી આવે કદાચ ! પણ બાપુને ન ઓળખે એમ બને નહિ. ( વિચારીને ) આ મેં દીવો અહીં રાખ્યો છે એ ભૂલ કરી છે. તેજ બરાબર બાપુ ઉપર પડે એમ રાખવો જોઈએ. ( ઊભી થઈ તે પ્રમાણે કરે છે. દીવો જરા મોટો કરે છે ) હજી એનું ધ્યાન આ તરફ ગયું નથી. બાવલા પાસે જરા અવાજ કરું. આ એલાર્મ જરાક જ વગડે એમ બાવલા પાસે મૂકું. ( તે પ્રમાણે કરે છે )

[ થોડી વારે જરા સંગીત જેવું એલાર્મ થાય છે. પ્રભા૦ તે સામું જુએ છે. ]

સુશીલા : હાં ! એણે સામું જોયું.

પ્રભા૦ : ઓહોહો ! એ તો ક્યારના બેઠા બેઠા વાંચે છે !