લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
દેવી કે રાક્ષસી

કેવા સુંદર દેખાય છે ! એમનું કપાળ કેવું ઝગે છે ! એટલા વહાલા લાગે છે ! બધાને જોઈ વળો. કોઈ ભાયડો આવો હોય તો બતાવો. કોઈ બાયડી ભણી એની આંખનો ખૂણો પણ કદી ખેંચાય નહિ. અહાહા, એટલા બધા વહાલા લાગે છે ! જાણે શું કરી નાખું ! ( ખાટલામાંથી ઊઠે છે. નીચેની ઉક્તિઓમાં ધીમે ધીમે બાવલા પાસે જતી જાય છે.)

સુશીલા : ખરેખર, સુમતિ માશી કહેતાં હતાં તેમ મારાં માબાપને બહુ જ બનતું હશે. પણ મારાથી આવું સંભળાય ? કંઈ નહિ, હું તો એના દરદ સારુ જોઉં છું ને !

પ્રભા૦ : જાણે દી રાત બાથમાં જ ઘાલી રાખું. અહાહા ! અહીં આવે તો હમણાં · · · પણ મારી તો સામું એ જોતા નથી. હું તો એમને ગમતી જ નથી. હું ક્યાં એમના જેટલી ભણેલી છું ! એમને તો ખૂબ ભણેલી જોઈએ. જાઓ લઈ આવો, ખૂબ ભણેલી જોઈને.

સુશીલા : આ આટલું ગાંડપણ.

પ્રભા૦ : મને એના પર આટલું વહાલ થાય છે એનું એને કાંઈ નથી. એક ઘડી મારી પાસે બેસતા નથી. કહું તો કહેશે મારી જિંદગી તું એકલી માટે નથી. ત્યારે બીજી કઈ શંખણી માટે તમારી જિંદગી છે? બોલો તો ! અમે કેમ તમારે માટે આટઆટલું કરીએ છીએ ? કેમ કાંઈ અમે મોહીને આવ્યાં છીએ, પરણીને નથી આવ્યાં ? પાછા કહેશે તું પણ સ્વતંત્ર જીવન ગાળ. બળ્યું તમારું સ્વતંત્ર · · · ! એ જુઓ હસે છે. શું વાંચે છે? કેમ હસે છે? પરીક્ષાના પેપરો વાંચે છે. જરૂર કોઈ રાંડનો પેપર હશે. રાંડો કોણ જાણે શા સારુ આટલું ભણતી હશે. રાંડો ભાયડો ન મળતો હોય તો જાઓ · · · ક્યાંઈ મારી જીભ જાય છે ! રાંડો બીજાના ભાયડા આડી શું કરવા આવો છો !