વિષય ઉપર પુષ્કળ ચર્ચા કરે છે. તમે જરા બેસશો ? હું તમારે માટે ચા અને થોડું ખાવાનું લઈ આવું !
મિસ કામટ : ના, ના; અમે હમણાં જ ઘેરથી ચા પીને નીકળ્યાં છીએ.
દયા૦ : ના, ના; આજ તમારાથી ના ન પડાય.
( જાય છે )
મિસ પંડ્યા : હું તો પહેલેથી જ માનતીએ હતી કે સુશીલા સુધીન્દ્રને પરણશે.
મિસ કોન્ટ્રૅક્ટર : મને ખરું પૂછો તો સુધીન્દ્ર કદી પરણી શકે એ સાચું લાગતું નહોતું. જેને દિવસ રાત પ્રયોગો કરવા સિવાય બીજો ધંધો નહિ, જે માણસ કરતાં તીડિયાં ને પક્ષીઓ ઉપર વધારે ધ્યાન આપે, તે શી રીતે પરણી શકે ? ( ધીમે સાદે ) આવી સુશીલા જેવી ચાલાક છોકરીએ એવાને કેમ પસંદ કર્યો તે જ મને સમજાતું નથી.
મિસ કામટ : કેટલાક પુરુષો બહારથી એવા જડ જેવા દેખાય છે, પણ ખરે જ એવા હોતા નથી. તેઓ મન આડો એક પડદો રાખીને ફરે છે; તે પડદો કોઈવાર જરા ઊંચકાઈ જાય તો તેમનો ખરો સ્વભાવ ઘણો જ માણસાઈવાળો જણાય છે.
મિસિસ શાહ : જુઓ ઘંટડી સંભળાય છે. કાં તો સુશીલા આવી !
[ બધાં તે દિશાએ જુએ છે. સાઈકલ આવે છે. ઉપરથી સુશીલા ઊતરે છે. ચારેય મહેમાનો ઊભાં થાય છે. ]
ચારેય મહેમાનો |
![]() |
કોંગ્રેચ્યુલેશન્સ |
![]() |
સુશીલાબહેન, | |
![]() |
અભિનંદન. |
સુશીલા : હેં ? ! હં ! જરા રહો હોં.
મિસ પંડ્યા : શું હેં હેં. કંઈ ફિલસૂફીમાં પડી ગઈ