લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
દેવી કે રાક્ષસી


સુશીલા : ( ખુરશીમાં સ્વસ્થ બેસીને ) પણ તારે જરા જોવું તો હતું કે ચારુબહેન પાસે તું શું બોલે છે?

સુધીન્દ્ર : દોષ બધો તમારો છે, તમે પૂછો છો ને હું બોલું છું. દુનિયાંની કેટલીક વાતો ગુપ્ત રાખવાથી તે વધારે બગડે છે. માણસોને છે તે કરતાં હકીકતને પ્રકાશની વધારે જરૂર છે. દિવ્યતાની વાર્તા કરીએ તે કરતાં પોતાને એળખીએ તો વધારે સારું. મને તો એમ કે તમે બન્ને આ વાતો સમજો. (ચારુ૦ તરફ જોઈને ) તું પણ પરણવાની તો છે જ. અને આ સુશી મને નહિ, તો બીજા કોઈ — (સુશીલા એકદમ તેનું મોં દાબે છે. ચારુ૦ ટેબલ ઉપર ખુશાલીમાં વારાફરતી હાથ પછાડે છે. )

પડદો પડે છે.