લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





બે મુલાકાતો


જેલના મોટા દરવાજા બહાર અનેક સ્ત્રીપુરુષોષ પોતાના સ્વજનની મુલાકાત લેવા આવેલાં છે. અત્યંત ઉત્સુક નજરથી તે સર્વ, જાડા સળિયાથી અને અંદરના અંધારાથી લગભગ અપારદર્શક થઈ ગયેલા દરવાજાની અંદરના ભાગમાં નજર નાંખે છે. કોઈ દરવાજાની પાસે આમથી તેમ ફરે છે, કોઈ મેડી ઉપરની બારી તરફ જુએ છે, કોઈ રાહ જોવાના કંટાળાનો સમય કાઢવા જેલની અને જેલની બહારની વાતો કરે છે, જેને મળવા આવેલ છે તેનાં વખાણ કરે છે, કોઈ અમલદારોને શાપ આપે છે, કોઈ તેમના અન્યાયની કડવા શબ્દોમાં ફરિયાદો કરે છે, કોઈ કોઈ વાર પૈસાદારો મોટર કે ગાડીમાંથી ઊતરી કંડિયા લાવી અંદર ખબર આપે છે, ત્યારે એક ઝાડ નીચે લોટામાં પીવાનું પાણી ભરીને બેઠેલી, સાદાં ગામડિયાં લૂગડાં પહેરેલી ડોશી વારંવાર દરવાજા સામે જોતી વધારે દીન બનતી ન સંભળાય તેવા નિશ્વાસો નાંખે છે. પણ આ બહારનાં માણસોની લાગણીની જાણે જરા પણ પરવા