વિચિત્ર સ્થિતિમાં જેમ પંપાળવા દીધું હતું તે જ અધીનત્વથી
તેણે હા પાડી દીધી. “બાપુ જાળવીને રહેજે ” કહી માતા
ચાલી ગઈ. બારણા આગળ તેને બારી ઉઘાડી આપી નહિ
તેથી તે ઊભી રહી. સામેની બારીમાંથી વીનુને બહાર કાઢતા
હતા એટલે તેને રોકી હતી. આ કાયદાથી ફરી માએ દિકરાને
જોયો. દિવાળીને આવવાની રજા આપી એ ડહાપણું કર્યું કે
નહિ તેના વિચારમાં વીનુ નીચે જોઈ ચાલતો હતો, માતા તે
સમજી પણ ખરી, પણ દિવાળીને લાવી શકાશે તેના ઉત્સાહમાં
ચાલી ગઈ.
ગરીબ બિચારો વીનુ ! ત્રણ વરસ ઉપર માના વાત્સલ્ય ભર્યા હઠ આગળ તે પીગળી ગયો હતો તેમ તે આ વખતે બીજી વાર પીગળ્યો અને તેણે પોતાની પત્નીને મુલાકાતે આવવા દેવાની હા પાડી ! તે મુંબઈ યુનિવર્સિટીનો ગ્રૅજ્યુએટ હતો. પૈસે ટકે સાધારણ હતો. તેને નાનો મૂકીને તેનો પિતા દેવલોક પામ્યો હતો અને માતાએ કેટકેટલી આશાએ તેને ઉછેર્યો હતો. પણ એટલા માટે તેને ગરીબ બિચારો કહેવા જેવું નહોતું. આ બધું તેણે સ્વાભાવિક રીતે જ સહન કર્યું હતું, ઊલટું, આ મુશ્કેલીઓએ તે તેનું ચારિત્ર ઘડ્યું હતું, તેને મજબૂત, મહત્ત્વાકાંક્ષી અને દૃઢ મનનો બનાવ્યો હતો. પણ છેલ્લાં થોડાં વરસથી તેના જીવનને અને મનને સોંસરું વીંધી એક શલ્ય પીડતું હતું અને તે જે જાણતો હોય તેનાથી તે યાદ આવતાં જરૂર ‘ગરીબ બિચારો વીનુ’ એમ કહેવાઈ જાય !
નાનપણથી માદિકરાને સારું બનતું. મા દિકરાને મોટો સુખી અને શક્તિશાળી જોવા ઇચ્છતી અને હજી સુધી દિકરાએ માતાને કશામાં નિરાશ કરી નહોતી. પણ જુવાન વયમાં અને તે સાથે કૉલેજમાં પ્રવેશ કરતાં તેના મહેચ્છાના વિચારો જેમ અનેક વિષયામાં વળ્યા, પ્રસર્યા, તેમ લગ્ન તરફ પણ