આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
દ્વિરેફની વાતો
વીનુ, પત્નીની આ કહેવાની ખુબીથી, તરતબુદ્ધિથી
પ્રાગલ્ભ્યથી ખુશ થયો અને વળી શાબાશી આપી.
વાત સારી પેઠે થઈ પણ તેમાં મુખ્ય વાતો કરનારાં હવે વીનુ અને દિવાળી હતાં. ઘણીવારે વીનુએ જ કહ્યું: “લ્યો હવે જાઓ. સમય પૂરો થઈ ગયો છે.” સાસુ વહુ ઊઠ્યાં. સાસુ અતિ વહાલથી વહુના ખભા પર હાથ મૂકી ચાલવા માંડી. બારી પાસે આવીને બન્ને ઊભાં રહ્યાં. એ વૉર્ડરો, પોલીસો, બીજા અનેક મુલાકાત માટે આવેલા કેદીઓ, બધાના દેખતાં દિવાળીએ જરા પણ શરમ વિના ઈન્તેઝાર આંખોથી વીનુ સામે જોયું. વીનુ પણ જોઈ રહ્યો. જેલમાં એવી શરમને સ્થાન નથી. અને માતાના ‘સાચવીને રહેજે’ એ શબ્દોથી વધારે, એ મૂક આંખો કહેતી હતી. વીનુ બારી ટપીને અંદર ગયો ત્યારે જ એ આંખોની મુલાકાત બંધ પડી.