લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
સુરદાસ

“વાહ વાહ સુરદાસજી, બહુત અચ્છા ગાતે હો” કહી તે તેની પાસે ઓટલા ઉપર બેઠો. “અચ્છા કુછ સુનાઈએ. મૈ સારંગી બજાતા હું” કહી તેણે સારંગી પર ગજ ફેરવવા માંડ્યો. સુરદાસે ગાયું. તેના ડફ પર પરદેશી મુગ્ધ થઈ ગયો. તેણે સુરદાસને “જી કુછ લીજિયે પાનસુપારીકે લિયે ” કહી એક પૈસો આપ્યો. પાસે બેઠેલા એક બીજા બાવા–ભિખારીએ કહ્યું: “તુંમ ભી માંગનેવાલા હો, તુમ કૈસે દે સકતે હો ? ” પરદેશીએ કહ્યું: “જી મૈં તો પાનસુપારીકે લિયે દેતા હું. મૈં શહેરમેં ફિરતા રહેતા હું તો કભી સુરદાસજીકો કૈસે ન દું.” સુરદાસ ખુશ થયો. તેણે બીજું ગીત લલકાર્યું અને સારંગી ડફ ગીતના આકર્ષણથી ત્યાં સારું ટોળું થઈ ગયું. હવે તેણે પરદેશીને ગાવા કહ્યું. તેનો સૂર વધારે આકર્ષક હતો. લોકોની મેદની વધી. પૈસા પડવા માંડ્યા તે બધા ભેગા કરી તેણે સુરદાસને આપ્યા. પણ સુરદાસ સમજી શક્યો કે પરદેશીનો સૂર પોતાના કરતાં વધારે સારો હતો. તેથી તે જરા ખશિયાણો પડી ગયો અને તે તેના મોં પર દેખાયું. તેણે કહ્યું: “આપ તો મુજસે બહુત અચ્છા ગાતે હો !” સારંગીવાળો આ સમજી ગયો અને તેણે સુરદાસને ફરી ઉત્સાહ આપવા પણ સાચા દિલથી કહ્યું: “મૈં સારે હિંદુસ્તાનમેં ઘૂમા હું. લેકિન ઐસા ડફ કહીં ભી નહિ સુના હૈ.” સુરદાસ ફરી ઉત્સાહમાં આવ્યો, અને તેણે વળી થોડાં ભજનો ગાયાં. સારંગીવાળાએ થોડી વારે પૂછ્યું: “સુરદાસજી, આપ ક્યા કરતે હો ?”

“કુછ નહિ. બસ ભજન કરતા હું.”

“તો ચલો મેરી સાથ. શહેરમેં દોનું સાથસાથ ઘૂમેંગે. એકસે ભલા દો.

“હાં કુછ હરકત નહિ.”