બાઈ માત્ર નિર્દોષ, પણ જરા વ્હીલા મોઢાથી હસી, અને તે વખતે તે વધારે સુંદર દેખાઈ.
“તુમ ગાના કહાં સીખી ? બહુત અચ્છા ગાતી હો.”
“તુમ ગાતે થે, ઔર મેં ભી ગાને લગી !”
“લેકિન તુમ કહાં સીખી ?”
તેણે ફરી તેવું જ વ્હીલું સૂનું હાસ્ય કર્યું.
“અચ્છા, તો દેખો માઈ, તુમ હમારી સાથ ચલો. ઔર હમારી સાથ તુમ ભી ફિરને લગો. હમ સબ સાથ ગાયેંગે ઔર સાથ ખાયેંગે.”
“અચ્છા.”
“તુમ્હારા નામ ક્યા ?” સુરદાસે પૂછ્યું.
“રામપ્યારી.”
પરદેશીએ ડબરો ખોલી તેનું ઢાંકણું, ડબરો, થોડા કાગળના કડકાઓ પાથરી ત્રણ ભાણાં બનાવ્યાં, અને એકેક દરેકની પાસે મૂક્યું. ખાવાનું શરૂ થયું પણ રામપ્યારી માત્ર વ્હીલે મોઢે મંદ મંદ હસતી હતી, અને બન્ને સામે જોતી હતી. પરદેશી તેની આ વિલક્ષણતા સમજવા તેની સામે વારંવાર જોતો હતો. એટલામાં સુરદાસે કહ્યું “રામપ્યારી, તુમ ક્યોં નહીં ખાતી હો.?”
જવાબમાં રામપ્યારી માત્ર હસી અને તે વખતે તેના મોં પર કોઈ અદ્ભુત સૌંદર્ય ઝળકી રહ્યું. તેણે તે વખતે કશું ખાધું નહિ.
રામપ્યારી, બાવાઓમાં જ મળી આવે તેવી વિલક્ષણ પ્રકૃતિની હતી. તે સ્વભાવે સૂની હતી. ગાવા સિવાય તેને કોઈ પણ ઐહિક વસ્તુમાં રસ નહોતો. આવાં માણસો ગાંડાં દેખાય, પણ રામપ્યારીમાં કોઈ અગાધ સૌજન્ય હતું, અને તે હસતી ત્યારે આખા મુખ ઉપર છવાઈ તેને અપ્રતિમ