પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રહ્યું નથી. તેના ગુસ્સાનો પાર રહ્યો નહિ. તે મનમાં બબડ્યો કે “જો હું આ ચોરને જાણું તો પછી તેના પૂરા હાલ કરૂં.”

પટેલ વિચારવા લાગ્યા, કે “આ તે કોણ હશે ?” આખરે તેને સૂઝી આવ્યું કે તે કામ પેલા જસા પટેલનું જ છે. તે જસાના વાડા આગળ ગયો, આમ તેમ ડોકિયું કર્યું, પણ છાલ ક્યાંય નજરે ચઢી નહિ; છતાંએ લેવાદેવા વિના જસા સાથે વઢી પડ્યો. જસાએજ આ કામ કર્યું એવી તેને વધુ ખાતરી થઇ, અને ફરિયાદ માંડી. કોર્ટે ખૂબ તપાસ કરી પણ પૂરાવો નહિ મેળતાં તેને છોડી મૂક્યો. પ્રેમો પટેલ તો ગુસ્સાથી બેબાકળો બની ગયો, અને પોલિસ પટેલ, ન્યાયાધિશ, બધાની સાથે તકરાર કરી પડ્યો. તે ધમકાવવા લાગ્યો, કે “તમે બધા ચોરની રક્ષા કરો છો, જો તમે પ્રમાણિકપણે રહેતા હો તો તેને જતો કરોજ નહિ” આમ પ્રેમો પટેલ તેના આડોશીપાડોશી અમલદારો એ બધાંની સાથે કજીયો કરી બેઠો. પાડોશીઓ તો એટલા ચિઢાયા કે તેનું ઘર તથા વાડો વિગેરે બાળી નાંખવાની ધમકી દેવા લાગ્યા. નવી જમીન ખરીદવાથી પ્રેમાને જમીનમાં તો ઘણોએ માર્ગ થયો. પણ તેને માટે દુનિયામાં ક્યાંય માર્ગ ન રહ્યો.

આમ ચાલતું હતું, તેવામાં એવી વાત ફેલાઈ*[૧] કે બધા માણસો નવી જગ્યા ઉપર રહેવા જાય છે. પ્રેમાએ આ વાત સાંભળી. તેણે વિચાર્યું, કે “આપણે તો આ જમીન છોડવીજ નહિ. આસપાસના લોકો જો અહિંથી નીકળે તો પીડા ઓછી થાય. હું તેઓની જમીન ખરીદી લઉં અને પછી સુખે રહું.”

એક દિવસ પ્રેમા પટેલ ઘેર હતા ત્યાં કોઈ એક મ્હેમાન ચઢી આવ્યો. તેની તેણે પરોણાગત કરી અને રાત રહેવા આગ્રહ કર્યો.


  1. *મૂળમાં “ફેલાણી” છે.