પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તમે ખ્યાલ ન કરજો. જડ્જ તરીકે તમારું કામ, હું ન્યાયી વાત કરું છું કે નહીં તે જોવાનું છે. મારૂં કામ તમારી આગળ સાચુંજ ૨જુ કરવાનું છે.

મારી ઉપર ઘણા માણસોએ તહોમત મૂક્યાં છે. તેમાંનું એક એ છે કે હું બધી જાતની શોધ કરું છું, ને જે ખોટું છે તે ખરૂં કરીને બતાવું છું, ને લોકોને ભમાવું છું. આ તહોમત મૂકનારાઓ જોરાવર છે. તેઓ જણાવે છે કે હું આપણા બાપદાદાનો ધર્મ જાળવતો નથી. આવી વાતો તેઓએ તમારા કાને તમારા બચપણથી નાંખીને તમને ભંભેર્યા છે. વળી મારી ગેરહાજરીમાં તમને વાતો કરી છે તેથી હું તમારી આગળ મારો બચાવ નથી કરી શક્યો. તેએાએ અદેખાઈથી કે લુચ્ચાઈથી તમારી આગળ વાત કરીને તમારાં દિલ ઉશ્કેર્યા છે તે સાફ થાઓ એમ ઇચ્છું છું. પણ હું જાણું છું કે તે કામ કઠણ છે. છતાં મારે જે કહેવું ઘટે તે કહીશ. પરિણામ ( પ્રભુને ) ખુદાને જે ગમે તે ભલે આવે.

તેએા શું કહે છે તેનો સાર હું ઉપર કહી ગયોઃ વળી તે મારાં નાટક કથે છે. તેમાં બતાવે છે કે હું હવામાં ફરવાના અખતરાએા કરૂં છું. આની મને તો ખબર પણ નથી. હવામાં ન ફરી શકાય એમ હું કહેતો નથી. તેવું જાણનાર કોઈ હોય તો તે ભલે તેવા અખતરા કરે. પણ મને તો તેનું ભાન નથી. છતાં મેલીટસ મારી ઉપર તેવો આરોપ મુકે છે. મહાજનમાંથી તમે ઘણાઓ મારા સહવાસમાં હમેશાં આવ્યા છો. તમે એક બીજાને પૂછીજોજો કે એવી વાત સુદ્ધાંએ મ્હેં કોઈ દહાડે કોઈને કરી છે ? અને જો તમે બધા કહી શકો કે મ્હેં કોઈને એવી વાત નથી કરી તો તમે સમજી શકશો કે જેવું આ

તહોમત ખોટું છે તેવાં બીજા પણ હોવાં જોઈએ.