પૃષ્ઠ:Ek-Satyavirni-Katha.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તો તેમાં મારે વાંક ગણવાનો નથી. જો કાઈ એમ કહે કે એકને એક ચીજ, ને બીજાને બીજી ચીજ મ્હેં બતાવી છે તો તે વાત ખરી નથી એમજ માનજો.

શું કારણસર ઘણાં માણસો મારી પાસે પોતાનો વખત ગાળવા માંગે છે એવો સવાલ થયો છે, તે તમે જાણો છો. જેઓ જ્ઞાની નથી પણ જ્ઞાનનો ડોળ ઘાલે છે તેવા માણસને સવાલો પૂછાય તે બીજા માણસો હમેશાં સાંભળવાને આતુર રહે છે. આમાં રસ ઠીક આવે છે. સવાલ પૂછવા એ મારી દેવતાઈ ફરજ સમજુ છું, આમાં મ્હેં કાંઈ ખોટું નથી કર્યું. જો મારા શિક્ષણથી જુવાનીઆઓને મ્હેં બગાડ્યા હોય તો તેમાંથી જેએા આજે મોટા થયા છે ને પોતાનો સ્વાર્થ સમજી શકે છે તેવા માણસો તમારી આગળ આવી મારી ઉપર તહોમત મુકે. કદિ તેઓ તમારી આગળ ન આવે તો તેએના સગાં આવીને રાવ ખાય. તેવા જુવાનીઆએાને તથા તેમનાં સગાંઓને હું આ મંડળમાં જોઉં છું. તેમાંથી કોઈને મેલીટસ કેમ સાક્ષી આપવા નથી લાવ્યો ? જો મેલીટસ અને બીજા ફરીયાદીઓ ભૂલી ગયા હોય તે હું હજી તેમને રજા આપું છું. ભલે તેઓ તે માણસોની જુબાની લે. મારી વિરૂદ્ધ બોલવાને બદલે, તએાનાં છોકરાંઓને મારી સંગતથી ફાયદો થયો છે એમ તેઓ કહેશે, અને તેઓ એમ મારી તરફેણમાં બોલે તેમાં તેએાને ન્યાય કરવા સિવાય બીજો હેતુ કે ફાયદો રહેતાં નથી.

મારે મારા બચાવમાં કહેવાનું હતું, તેમાંનું ઘણું તો કહી ગયો છું. આપણામાં એવો રીવાજ છે કે જેની ઉપર કામ ચાલતું હોય તેનાં સગાં કચેરીમાં આવી પોકાર કરે છે, દયા માંગે છે, કેદી પોતે રડે છે. હું આમાંનું કાંઈ નથી કરતો, કરવા માંગતો પણ નથી. તેથી તમારામાંના કોઈને વખતે ગુસ્સો

૧૯

૧૯