પૃષ્ઠ:Ek-Taro.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:એકતારો:
[૭૫]
 


રામને રુદેથી એણે
કોરે કરી પાંભરી,
બાઈ! એણે કીરતીની વેલડિયું ઝંઝેડી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૩.

ભર રે નીંદરમાં
સૂતેલા ભરથરી,
બાઈ ! એના લલાટેથી લટડી ખસેડી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૪.

પીઠ તો ઉઘાડી એણે
જોગી ગોપીચંદની,
બાઈ ! એની જનેતાને આંસુડે ઝરડેલી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૫.

મનડાં મોહાણાં મારાં,
દલડાં લોભાણાં ને,
બાઈ ! મેં તો કાયાને કીધલ ત્યાં ઉઘાડી રે
લાડુડા એણે મૂકિયા હો જી.—બાઈ એક૦ ૬

સુરતા રહી નૈ મારી,
સૂતી હું તો લે'રમાં;
બાઈ ! એણે સોયુંની ઝપટ જે બોલાવી રે
ઘંટીના પડ જ્યું ટાંકિયાં હો જી.—બાઈ એક૦ ૭.