પૃષ્ઠ:Ek-Taro.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૦]
:એકતારો:
 


'ગરીબોદ્વાર'ની ચાલાકીઓ
O

ગાઓ ગીતો 'ગરીબોદ્વાર’નાં,
ખીસું ભરેલ ચાલાકી તણાં !

થાક્યો મજૂર હતાશ બની
જ્યારે હુંકારી લાત લગાવવા આવે,
કામના કાળ–ઘટાડ અને
થોડા ઠીક પગારની માગણી લાવે;

ભાન ત્યારે એનું ભૂલવવા
એને પીરસજે 'દીનોદ્વાર’ નવા—ગાઓ૦ ૧.

એને નાવા ધોવા થોડી કોટડીઓ
થોડી આરસ–કૂંડીઓ ને અરીસાઓ
આપો, આપો થોડી ચોપડીઓ
થોડી ડોલર–ચંપાની ફૂલ–લતાઓ;