પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


मिस फ्लॉरेन्स नाइटींगेलनुं जीवनचरित.પ્રકરણ ૧ લું.ફલોરેન્સ નાઇટીંગેલનો જન્મ ઈટલીના રમણીક ફ્લૉરેન્સ નગરમાં ઈ. સ. ૧૮૨૦ ના મે મહીનાની ૧૨ મી તારીખે થયો હતો. તેમનું કુટુંબ પ્રથમ શૉર નામે ઓળખાતું હતું. તેમના પિતાનું નામ વીલીઅમ ઍડવર્ડ શૉર હતું, પરંતુ જ્યારથી તેમને લીના પીટર નાઇટીંગેલની જાગીર મળી ત્યારથી નાઇટીંગેલનું નામ તેમણે ધારણ કર્યું હતું. તેમના પિતાનું કદ ઘણું ઉંચું હતું અને શરીર પાતળું હતું. તે સ્વભાવે ઘણાજ નમ્ર અને એકમાર્ગી હતા. તેમણે એડીનબરોમાં અને કેમ્બ્રિજની ટ્રીનીટી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો, અને અનેક ઠેકાણે પ્રવાસ કરીને મનને સંપૂર્ણ કેળવ્યું હતું. મિ. નાઇટીંગેલના કેળવણી તથા સુધારાના વિષયના વિચાર તેમના વખતના પ્રમાણમાં ઘણા આગળ વધેલા હતા. રમત ગમતનો તેમને ઝાઝો શોખ ન હતો. વિદ્યા ઉપર તેમને વિશેષ પ્રેમ હતો, તેમજ કળા તથા હુન્નરમાં તે નિપુણ હતા. તેમને પોતાના અસલના કુટુંબનું સારી પેઠે અભિમાન હતું.

પોતાની જાગીરમાં વસતા લોકોનું ભલું કરવાને તે સદા ઈંતેજાર રહેતા. ગામડાના લેાકેાની કેળવણી પાછળ તેમણે પુષ્કળ પૈસો ખર્ચ્યો હતો, અને એમને લીધેજ એ ગામડીઆએ થેોડું ઘણુંએ વાંચતાં લખતાં શીખ્યા હતા.