પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ભૂખે મરતી, પરાધીનપણાનું દુઃખ વેઠતી અનેક સ્ત્રીઓને આ કાર્યને લીધે ઉદ્યમ મળશે, અને તે ઉપરાંત વિધવા સ્ત્રીઓને તો વખત ગાળવાને એક અતિ ઉત્તમ સાધન મળશે.

તો આશા છે કે, યશસ્વી મિસ નાઇટીંગેલનું જીવન ચરિત્ર વાંચ્યાથી ગુર્જર ભગિનીઓની દયાની લાગણી જાગ્રત થશે અને તેને વ્યવહારમાં ઉપયેાગ કરશે.


વડોદરા.

તા. ૨૩ ઓગસ્ટ ૧૯૦૬
}
સૌ. શારદા મહેતા.