પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
પ્રકરણ ૧૫ મું.

કરવો. રફતે રફતે કરવો. એક દિવસે દર્દીને દસ પંદર છબીઓ બતાવી હોય તેના કરતાં જો રોજ અકેકી નવી છબી બતાવી હોય તો તેને વધારે પસંદ પડે.

૪ દર્દીની પાસે સુંદર ફુલની કલગી કે થોડાં છૂટાં કૂલ રાખવાથી નુકસાન થાય છે, એમ જે ધારણા છે તે તદ્દન ખોટી છે. તેમાંથી ઝેરી હવા નીકળે છે એમ કહેવાય છે. પરંતુ એ ઝેરી હવાનું પ્રમાણ એટલું થોડું છે કે એક નાની કીડી પણ તેથી મરી જાય નહિ. વળી દર્દીને કયો રંગ વધારે ગમે છે તે જાણવું જોઈએ, નહિ તો જો તેને અણગમતા રંગની વસ્તુ આપી હોય તે કદાપિ નુકસાન થવા સંભવ છે. ઘણી નાજુક તબિયત થઈ ગઈ હોય ત્યારે આવી ઝીણી બાબતો પર ખાસ લક્ષ રાખવાની જરૂર છે. ક્ષય રેાગના લાંબા મંદવાડમાં આવી બાબતો પર બહુ જ લક્ષ આપવું જેઈએ.

૫ ખોરાક લેવા સંબંધી મિસ નાઇટીંગેલ સુચના કરે છે કે દર્દીને પુષ્ટિકારક ખોરાક આપવામાં ઘણી સંભાળ લેવી જોઈએ. થોડા થોડા પ્રમાણમાં પણ દિવસમાં વધારે વાર પુષ્ટિકારક દવા આપવી જેઈએ. ઘણીવાર દર્દી ચા પીવા માગે છે; પણ માણસો તેમને આપતાં નથી. પરંતુ ચાથી તો ઘણીવાર સારી ઉંઘ આવે છે: મન તાજું થાય છે, થાક ઉતરી જાય છે, અને શરીરમાં કૌવત આવે છે. અનુભવથી જે વસ્તુ માફક આવી હોય તે આપતાં ડરવું નહિ, કાંઈ પણ વસ્તુ વધારે જથ્થામાં આપવી નહિ એટલું યાદ રાખવું.

૬ પથારી નરમ અને સ્વચ્છ રાખવી, અને બનતા સુધી જમીન ઉપર પથારી રાખવી નહિ, શરદીના દિવસમાં એાઢવાનાં કપડાં ગરમ રાખવાં, પણ થોડાં રાખવાં દર્દીની પથારી સાફ કરવાનું કામ બનતા નુંધી નાકરને ના સોંપવું. ઓરડામાં જે જગ્યાએ સારૂ અજવાળું પડતું