પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

સન્માર્ગ બતાવો અને તને અખંડ મુક્તિ આપો એટલી જ મારી પ્રાર્થના છે તે ફળીભૂત થાઓ. તથાસ્તુ." અનાથ અને દુઃખી મનુષ્યની સેવા બજાવવામાં પોતાનું જીવન અર્પણ કરે એ જ આશીર્વાદથી તેને વિદાય કરી. એનું પરિણામ એટલું મહાન આવશે તે તેને સ્વપને પણ નહોતું. ગુરૂ અને શિષ્યને ફરીથી મળવાનું ભાગ્યમાં લખેલું નહોતું પણ ફ્લૉ- રેન્સ નાઇટીંગેલનું નામ જગદ્વિખ્યાત થએલું સાંભળતાં સુધી આ ભલો ગુરૂ જીવ્યો હતો.

કૈસરવર્થમાં રહી આવ્યા પછી મિસ નાઇટીંગેલે ૧૮૫૧ માં આ આશ્રમની સર્વ વ્યવસ્થા ઉપર એક ઓપાનીઉં પ્રસિદ્ધ કર્યું હતું, અને તેના અવતરણમાં તે વખતની કુમારિકાઓને યોગ્ય કેટલીક ઘણી ઉત્તમ શીખામણો આપી હતી. લોકોનું ભલું કરવા તરફ તેમને કેટલો ઉત્સાહ હતો, તે તથા પરોપકારનો સત્ય માર્ગ કેવો હોવો જોઇએ તે સ્પષ્ટ રીતે તેના ઉપરથી સમજાય છે. તે વખતની સ્ત્રીઓ કામ કરવાને આતુર હતી: પરંતુ તેમને યોગ્ય શિક્ષણ મેળવવાનાં કાંઈ સાધન નહોતાં.

મિસ નાઇટીંગેલ એ વખતે સ્ત્રી જાતિનાં અગ્રેસર હતાં તેમજ તેમના વિચાર પણ ઘણું આગળ વધેલા હતા, અને દરેક કાર્યમાં તે સારાસારનો વિચાર કરીને જ પગલું ભરતાં. સ્ત્રીએાના લાભની ખાતર તેમણે એ દલીલ રજુ કરી કે તેમને યોગ્ય ધંધો કરવામાં ઉત્તેજન આપવું, અને ધંધાને યોગ્ય તેમને કેળવણી આપવી. ખાસ કરીને નર્સનો કે શિક્ષકનો ધંધો સ્ત્રી માટે વધારે યોગ્ય છે એમ એમની ધારણા હતી, એક ઠેકાણે એ લખે છે કે, "ઓગણીસમી સદીમાં સ્ત્રીએ પૂર્ણ સ્વતંત્રતા મેળવવાની છે એમ મારા વાંચવામાં આવ્યું છે, હજી સુધી (૧૮૫૧) તો તેવાં ચિન્હ કાંઈ માલુમ પડતાં નથી. હું જાણું છું કે પુરૂષોનો આમાં કાંઈ દોષ નથી, કારણ કે ઈંગ્લંડમાં સ્ત્રીઓને પોતાની બુદ્ધિશક્તિ