પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

નહિ. વળી જથ્થાબંધ સામાન બીજે જ કાંઠે આવીને પડયો રહ્યો હતો. ઘાયલ થયેલાં સિપાઈઓને પાટાપટીનાં લૂગડાં પણ મળી શકતાં નહિ.

આ પ્રસંગની એક નોંધ છે કે "દરદીની ઈસ્પીતાળમાં જે વસ્તુઓનો ઘણો જ ખપ પડે એવી સાધારણ ચીજો પણ અહીં નથી.

“સ્વચ્છતા ઉપર તો કોઈ લક્ષ આપતું જ નથી. "

“લોકો દુર્ગંધને લીધે અર્ધા તો મરી જાય છે."

“ઘાયલ થયેલાંને જોનાર સરખુંએ કોઈ હોતું નથી, જેવા પડે છે તેવાજ મરી જાય છે."

“ઘાયલ થયેલા સિપાઈઓની સંખ્યા એટલી વધવા માંડી કે ડાકટરો એાછા પડયા.

“અંતકાળની પીડા ઓછી કરવાને ત્યાં સ્ત્રીનો કોમળ હસ્ત તો લાવે જ કયાંથી ?"

ઇંગ્લંડના સૈનિકની આવી દયાજનક સ્થિતિ હતી, પરંતુ ફ્રેન્ચ સિપાઈઓની તો ઘણીજ સંભાળ લેવાતી હતી. સંગ્રામની છાવણીમાં અને ઈસ્પીતાળમાં, સિસ્ટર્સ એક મર્સિ, દરદિઓની સારવાર અત્યંત ખંતથી કરતી હતી. તેમને દવા, દારૂ, ખેારાક, વસ્ત્ર વિગેરે સર્વ વખતસર મળતું. ફ્રાન્સના રોમન કેથલીક મઠમાં તેમને આજ કામ શીખવવામાં આવ્યું હતું, અને લડાઈમાં જવાને તેમને કાંઈ પ્રતિબંધ નહોતો. તે પ્રસંગે વર્તમાન પત્રોમાં ઇંગ્લીશ લોકો વિશે એવાં સખત લખાણ આવ્યાં કે સર્વને નીચું જોવું પડયું. એક પત્ર લખે છે કે "સ્ક્યુટેરાઈની ઈસ્પીતાળમાં રીબાતા સૈનિકોની વ્હારે ધાનાર શું ઈંગ્લંડમાં કાઈ પરોપકારી સ્ત્રીઓ નથી ? આવી ખરેખરી અણીને વખતે દયાનું કામ કરવાને કોઈ તૈયાર નહિ થાય ? ફ્રાન્સ તરફથી તો સિસ્ટર્સ ઑફ મર્સિ (પરોપકારી બહેનો) સંખ્યાબંધ ગઈ છે, અને સ્ત્રીઓને યોગ્ય સર્વ કામ કરીને દુઃખીનાં