પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

વર્તમાનપત્રોમાં જાહેરખબરો છપાવી, અને પરોપકારાર્થે કર્તવ્ય કરવાને માટે અરજીઓ મંગાવી. થોડા જ વખતમાં સંખ્યાબંધ અરજીઓ આવવા માંડી તે એટલે સુધી કે સિડની હર્બર્ટને સામું લખવું પડયું કે અનેક સ્ત્રીઓ આ દેશસેવા બજાવવાને હોંસથી તૈયાર થઈ છે, પરંતુ ત્યાં ગયા પછી તેમને કેટલીક અગવડ અને કષ્ટ સહન કરવું પડશે તેને ખ્યાલ થોડાંને જ હશે, અને ત્યાંની સ્થિતિ જોઈને કુમળાં મનની સ્ત્રીઓ તો ઘેલી જ થઈ જશે એવી મને ધાસ્તી લાગે છે.”

આ બાહોશ અધિકારીએ ગૃહસ્થ વર્ગમાંથી જ નર્સોની પસંદગી કરવાને દૃઢ નિશ્ચય કર્યો હતેા.

પ્રથમનો પ્રયાસ તો જોઈએ તેટલે સફળ થયો નહિ. અરજીઓ તો પુષ્કળ આવી પરંતુ તેમાંની કોઈએ નર્સીંગનું શિક્ષણ લીધેલું નહોતું, તેમને શીખવવાને હવે વખત રહ્યો નહોતો, કારણ કે તેમને જલદીથી સ્ક્યુટેરાઈ જવાનું હતું. આવી જરૂર પડી ત્યારે ધર્મનો ભેદ ન રાખીને મિસ નાઇટીંગેલે રોમન કેથલીક અને પ્રાસ્ટેટન્ટ બને પંથોમાંથી નર્સોં મેાકલવાની માગણી કરી. આને લીધે મિસ નાઇટીંગેલના ધર્મ મત માટે બહુ ચર્ચા થઈ. કારણ કે રોમન કૅથલીક વિરૂદ્ધ લોકોની લાગણી ઘણીજ હતી. ધર્મગુરૂઓ કહેવા લાગ્યા કે આથી તે બધા સૈનિકો રેમન કૅથલીક થઈ જશે, પરંતુ આ ચર્ચા પણ મિસ નાઇટીંગેલે ગણકારી નહિ; કારણ કે આ વખત સૈનિકોનો ધર્મ સાચવવાનો નહોતો, તેમના શરીરનું રક્ષણ કરવાનો હતો, નર્સો જોઈતી હતી, ધર્મ શિક્ષણને કાંઈ ખપ નહોતો. વળી કેટલાક પ્રૉટેસ્ટંટ આશ્રમો તરફથી એમ કહેવડાવવામાં આવ્યું કે અમારી નર્સો મિસ નાઇટીંગેલનું ઉપરીપણું તો કબુલ ન કરે, અમારા મઠના ઉપરીની જ આજ્ઞા અમારી નર્સો તો માને, તો પણ આ માટે મિસ નાઇટીંગેલ અને તેમના સર્વ સલાહકાર દૃઢ જ રહ્યા. જેને દાખલ થવું હોય તેમને મિસ નાઇટીંગેલની આજ્ઞા તો ચોક્કસ માનવી જ પડે, જેવી રીતે સૈનિકો સેનાધિપતિની આજ્ઞા માને છે તેવીજ