પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

રહ્યો હતો; અને મ્હોં ઉપર તેમનું સદાનું મધુર સ્મિત પ્રકાશતું હતું. હંમેશ તેમને સામા મનુષ્યની લાગણીનો જ વિચાર આવતો અને તેથી તેમના અંગનાં સ્નેહી, તેમનાં માતાપિતા જે પરાણે તેમને આટલું જોખમ વેઠવાને કબુલ થયાં હતાં તેમને દુઃખ ના થાય અને ચિંતા ના થાય તે સાચવવાને તે છેવટ સુધી સાવચેત રહ્યાં. સ્ક્યુટેરાઇની ઇસ્પીતાળમાં ગયા પછી કેટલું કષ્ટ સહન કરવું પડશે તે તેા એ પોતે જ જાણતાં હતાં, અને તેનો સંપૂર્ણ ખ્યાલ તો તે સર્વ ભોગવ્યા પછી જ આવ્યો હતો. બીજે દિવસે સવારે આ "દિવ્ય ટોળી" બુર્લો (ફ્રાન્સમાં) આગળ આવી પહેાંચી, ત્યાં તો તેમને આવકાર આપવાને લેાકેા વાટ જોઈને જ બેઠા હતા.

ફ્રાન્સને આ પ્રસંગે ઇંગ્લંડ સાથે એકારો હતેા. ફ્રેન્ચ અને ઈંગ્લીશ સિપાઈઓ રણક્ષેત્રમાં સાથે રહીને જ લડતા હતા, અને રણસંગ્રામમાં પડતા પણ હતા અને આ ઈંગ્લીશ સ્ત્રીઓની ટુકડી સર્વ માંદા અને ઘવાએલા સૈનિકોને મદદ કરવા ખાતર જતી હતી, એથી વ્હાલસોયા ફ્રેન્ચ લેાકોના ઉત્સાહનો પાર રહ્યો નહિ. અને જ્યારે મિસ નાઇટીંગેલ તથા બીજી બધી નર્સો કાંઠા ઉપર ઉતરી ત્યારે બુર્લોની જબરજસ્ત માછણોએ તેમની પેટીઓ ને પટારા ને ગાંસડીઓ ઉપાડી લીધી, અને આવી પરોપકારી બહેનોનો સામાન ઉચક્યા માટે પોતાને ભાગ્યશાળી ગણવા લાગી, તેઓએ વૈતરાની એક પાઈ પણ સ્વીકારી નહિ અને હોંસ અને ઉમંગથી ઘણી વજનદાર ચીજો પીઠ ઉપર ઉચકીને ફ્લૉરેન્સનાં અને બધી ઈંગ્લીશ નર્સોના વખાણની વાતે કરતી તથા ઈશ્વરની પ્રાર્થના કરતી ચાલતી હતી. જ્યારે તેઓ ત્યાંથી વિદાય થયાં ત્યારે ઘણીકની અાંખમાંથી તો આંસુ પડવા માંડ્યાં. કામ કર્યાના બદલાની ખાતર મિસ નાઇટીંગેલની સાથે હાથ મેળવવાની (શેક હેન્ડસ કરવાની) માત્ર તેમને અભિલાષા હતી તે પૂર્ણ થઈ, ત્યારે અનેક આશિરવાદ દઈને સર્વ ચાલતાં થયાં.

ત્યાર પછી મિસ નાઇટીંગેલની ટુકડી પેરીસ ગઈ, અને ત્યાં સૅન્ટ