પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૭૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


પ્રકરણ ૧૧ મું.


મિસ નાઇટીંગેલની આવી અથાગ મહેનતના કાર્યમાં ઈંગ્લંડમાંથી ઘણી મદદ મળતી હતી. ઈંગ્લંડની શ્રેષ્ઠ વર્ગની સ્ત્રીઓ જાતે ઓફીસમાં જઈને મિસ નાઇટીંગેલના નામ ઉપર સંખ્યાબંધ પાર્સલો મેાકલતી. સ્કયુટેરાઈ તરફ એટલો માલ રવાના થવા લાગ્યા કે લેાકો ભુલાવામાં પડતા કે આ તે ખરેખર આપણો જ માલ છે કે ભુલમાં આ જગ્યાએ આવી પડયો છે. મહારાણીજી પાતે, રાજ કુંવરીઓ અને બીજી સર્વ સ્ત્રીઓ પાટા પટીએા, ખમીસ, મેાજા સર્વ પોતાને હાથે ગુંથી તૈયાર કરીને સિપાઈઓ માટે મોકલતાં. ગમે તેવી સારી વસ્તુ હોય તો પણ તે લેાકેા માટે મેકલાતી. મોટા અમીરને છાજતી વસ્તુઓ પણ સ્કયુટેરાઈએ મેકલાઈ હતી. મહારાણીએ પોતાનું નામ ઉપર ભરીને સારામાં સારાં ખમીસો, ઉંચામાં ઉંચી ચાદરો મોકલી હતી.

જ્યારે ખાનગી રીતે આટલી મદદ મોકલાતી હતી ત્યારે 'ધી ટાઈમ્સ' વર્તમાનપત્ર જેનાં લખાણોથી લેાકોની લાગણી આ મહાન પરોપકાર માટે પ્રથમ જાગ્રત થઈ હતી તેના તરફથી ઘાયલ થએલા સિપાઈઓની મદદ માટે એક ફંડ ઉભું કરવામાં આવ્યું હતું. લોકો તરફથી તેને સારી મદદ મળતી હતી. આ ફંડનો ઉપયોગ કરવાને મિ. મેકડોનલ્ડ નામના હોંશીઆર અને આબરૂદાર ગૃહસ્થને ક્રાઈમીઆ તરફ મોકલવામાં આવ્યો.

નીકળતાં પહેલાં મિ. મેકડોનલ્ડ લડાઈના સેક્રેટરી ડયુક્ ઓફ ન્યુકેસલને મળ્યો; તેના તરફથી તેને કહેવામાં આવ્યું કે સરકાર તરફથી એટલા સારા ઉપાયો લેવામાં આવ્યા છે કે ટાઈમ્સ ફંડ વાપરવાની કાંઈજ જ જરૂર નથી, છતાં મિ. મેકડોનલ્ડ તો પોતાને માર્ગે ચાલ્યા, કારણ કે સિડની હર્બર્ટે તેને સર્વ ખરી હકીકત જણાવી હતી.