પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
પ્રકરણ ૧૧ મું.

બૉસ્ફરસ પહોંચતાં પણ તેને ફરી એમ જ કહેવામાં આવ્યું: છતાં એણે દરકાર કરી નહિ; કારણ કે એણે પ્રયક્ષ જોયું કે ક્રાઈમીઆની આટલી ઠંડીમાં અંગનું રક્ષણ કરવા માટે સિપાઈઓ પાસે કાંઈજ સાધન નથી, અને તેથી તેણે કોન્સ્ટેન્ટીનોપલના બજારમાંથી થોડાંક ગરમ કપડાં વેચાતાં લીધાં અને ટાઈમ્સ ફંડના પૈસાનો ભાર જરા હલકો કર્યો.

જ્યારે મિ. મેકડોનલ્ડ સ્કયુટેરાઈની હોસ્પીટલમાં ગયો ત્યારે ત્યાંના મેાટા ડોકટરે કહ્યું કે અહીં કાંઈ વાતની ખોટ નથી ત્યારે ખરે એને ઘણી જ અજાયબી લાગી હશે. સરકારી વર્ગના દરેક અધિકારી તરફથી એને આવા જ જવાબ મળતા.

પરંતુ જ્યારે બૅરક હોસ્પીટલમાં જઈને તે મિસ નાઇટીંગેલને મળ્યો ત્યારે તેના સર્વ સંશય દૂર થયા. મિસ નાઇટીંગેલે જ્યારે સાંભળ્યું કે એને સર્વ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે હોસ્પીટલોમાં તો કાંઈ પણ વસ્તુની ખોટ નથી ઈત્યાદિ, ત્યારે એ તો દિગમુઢજ થઈ ગયાં. મિ. મેકડોનાલ્ડને તે પોતે પોતાની ઓફીસના ઓરડામાં લઈ ગયાં. અને સર્વ વ્યવસ્થા પ્રત્યક્ષ દેખાડીને તેને બધી હકીકતથી વાકેફ કર્યો. પોતાના ખાનગી ખર્ચમાંથી કેટલું ખાવાનું અને બીજાં સાધનો પુરાં પાડવાં પડતાં હતાં એ સર્વ પણ તેને કહ્યું - અને કહ્યું કે લેાકોની આટલી બધી મદદ છતાં સર્વ જરૂરીઆત વસ્તુઓ પુરી પાડી શકાતી નહોતી.

સર્વ હકીકત સાંભળીને મિ. મેકડોનલ્ડની તો પૂર્ણ ખાત્રી થઈ કે અહીં ખરચેલો પૈસો જરા વ્યર્થ જવાનો નથી, કેમકે લોકોના સંકટનો પાર નહોતો.

તે દિવસ પછી મિસ નાઇટીંગેલની સાથે હોસ્પીટલના દરેકે દરેક એારડે ફરીને કઈ કઈ વસ્તુની ખાસ અગત્ય દર્દીઓને છે તેની તેણે એક નેટબુકમાં ટીપ કરી, અને સર્વ માલ કૉન્સ્ટેન્ટીનોપલથી મંગાવ્યો. મિસ નાઇટીંગેલને આવી આઈતી મદદથી ઘણો જ સંતોષ થયો. કારણ કે