પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


છાવણીનો રસ્તો ઘણો સાંકડો અને ખાડાખઈઆવાળો હતો. રસ્તામાં ઘોડા, ગાડીઓ, ગાડાં, ગધેડાં, ખચર વગેરેની ભીડ ઘણીજ હતી. એટલી ભીડમાં મિસ નાઇટીંગેલનો ઘોડો ચમકયો. પરંતુ બાળપણથી ઘોડાપર બેસવાની ટેવ હતી તેથી પોતાનું રક્ષણ બરાબર કરી શક્યાં.

કેડીકેાઈ નામના ગામડામાંની હોસ્પીટલ તપાસીને રણસંગ્રામ જોવાને એમની ટુકડી એક નહાની ટેકરી ઉપર ચઢી, ત્યાંથી લઢાઈ બરોબર દેખાતી હતી.

સીબેસ્ટેપોલથી આવતા તોપના ધડાકા સંભળાતા હતા, રણશીંગમાંના અવાજ આવતા હતા અને પાસે જ બેલેકલેવાની ખીણોમાં સિપાઈઓ લઢતા અને પડતા.

ફ્લૉરેન્સ નાઇટીંગેલે સર્વ રચના ઘોડા ઉપર બેઠે બેઠે જોઈ, અને પછી શોકાર્દ્ર હૃદયથી ત્યાંથી પાછાં ફર્યો. કારણ કે તે જાણતાં હતાં કે તે ઘેરો પૂરો થશે એટલામાં હજારો સિપાઈઓ મૃત્યુ પામશે અથવા ઘાયલ થશે.

મુખ્ય છાવણીમાં જતાં જતાં તેમણે કેટલાએક નહાની હોસ્પીટલો તપાસી લીધી. ત્યાર પછી કમાન્ડર સાહેબના મુકામ તરફ ગયાં. ત્યાં ખબર કહાડતાં માલૂમ પડયું કે સાહેબ તો બહાર નીકળી પડ્યા હતા તેથી સીબેસ્ટેપોલની મોટી 'જનરલ હોસ્પીટલ' જોવા ગયાં.

આ હોસ્પીટલમાં છસો સાતસો દર્દીઓ પડેલા હતા અને તે સર્વને જ્યારે ખબર પડી કે સ્કયુટેરાઈનાં ભલાં 'બાઈ સાહેબ' તેમને મળવા આવે છે ત્યારે તેમના આનંદનો પાર રહ્યો નહિ. દવાખાનામાંથી જયારે રસોડામાં તે ગયાં ત્યારે તેમના હાથ નીચે જે લેાકેા સારા થએલા હતા તે કામ કરતા હતા. તેમણે તાળીઓ અને ખુશીના પોકારથી તેમને આવકાર દીધો. આવી લાગણી જોઇને તેમને અત્યંત ખુશી થઈ, ઘોડા ઉપર બેઠેલાં હતાં, એટલે તેમણે ફક્ત માથું હલાવીને સર્વને ઉપકાર માન્યો.