પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.


જુલાઈ, ૧૮૫૫.

"બાઈ સાહેબ,

મિસ નાઈટીંગેલને ફક્ત એક પ્રકારનું ઈનામ પસંદ પડશે. તેમની ઘણા વખતથી ઈચ્છા છે કે લંડનમાં એક હોસ્પીટલ સ્થાપવી અને તેમાં વગર પૈસે નર્સો કામ કરે. આવી સંસ્થાને માટે મેં ઘણા જણ પાસે પૈસા ઉઘરાવ્યા છે, અને તે માટે એક ફંડ ઉભું કર્યું છે અને તે ફંડને 'નાiટીંગેલ હોસ્પીટલ ફંડ' એ નામ આપવાનું ધાર્યું છે.

"જ્યારે તે સ્કયુટેરાઈથી પાછાં ફરે ત્યારે તે ફંડના પૈસા તેમને ભેટ આપવા. એમાંથી તે પોતાની ઈચ્છા પ્રમાણે અહીંની નર્સોની સ્થાપનામાં સુધારા વધારા કરી શકશે."

આ બાબતનો વિચાર કરવાને મર્હુમ નામદાર ડયુક ઑફ કેમ્બ્રીજના અધ્યક્ષપણા નીચે એક કમીટી નીમાઈ. મિ. સિડની હર્બર્ટ તેના સેક્રેટરી થયા. કમીટીમાં બધા વર્ગના લોક દાખલ થયા હતા. આ કમીટીએ ઠરાવ કર્યો કે નાઇટીંગેલ ફંડમાંથી નર્સો તેમ જ હોસ્પીટલના નોકરોની કેળવણી તથા તેમના ભરણપોષણને અર્થે પૈસા વાપરવા અને તે લોકનું વૃદ્ધાવસ્થામાં પણ ભરણપોષણ થાય એવો એક આશ્રમ સ્થાપવો. આ ઠરાવની એક નકલ મિસ નાઇટીંગેલને મોકલી તેનો તેમણે નીચે પ્રમાણે પ્રત્યુત્તર વાળ્યો.

"મારા પ્રયાસને માટે ચારે તરફથી નિંદા જ થતી હું સાંભળતી આવી છું, તેથી મને તમારા કાગળથી ઘણો સંતોષ થયો છે. મારા આટલા કામની કદર તમે સર્વે જાણો છો એ જોઈને મને ઘણો આનંદ થાય છે, અને મને મારા કામનો અર્ધો ભાર ઓછો થયેલો લાગે છે. પણ મારે કહેવું જોઈએ કે મારૂં કામ અહીં હજી અધુરું છે, તે પુરું કર્યા વગર મારાથી ખસાય તેમ નથી. તે માટે મારા તરફથી કમીટીનો ઘણોજ ઉપકાર માનજો, અને કહેજો કે જ્યારે મારાથી બનશે ત્યારે હું એ કામ ઉપાડી લઈશ."