પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
પ્રકરણ ૧૫ મું.


પ્રકરણ ૧૫ મું.

મિસ નાઇટીંગેલ ક્રાઇમીઆથી પાછાં ફર્યા ત્યારે સર્વેએ એમ જ કલ્પના કરી હતી કે ઇંગ્લાંડમાં રહીને પણ તે નર્સનું કામ ચાલુ રાખશે અને ઇંગ્લંડમાં ચાલતી નસીંગ પદ્ધતિમાં સુધારા કરશે. જો મિસ નાઈટીંગેલની તબિયત સારી રહી હોત તો પરોપકારનું કામ ચાલુ રાખત જ. તેમની ઈચ્છા તો ઘણી જ હતી. પણ તબિયતે કહ્યું કર્યું નહિ. થોડોક વખત આરામ લીધા પછી તબિયત પાછી ઠેકાણે આવશે, અને ત્યાર પછી નર્સોની કેળવણીનું કામ એ પાતે માથે લેશે એમ સર્વેનું ધારવું હતું. પણ કમનસીબે દિવસ જતાં એમનો રોગ ઘટવાને બદલે વધવા લાગ્યો, અને ફરીથી કાંઈ પણ શ્રમ પડે એવા કાર્યમાં તેમનાથી જોડાવાનું અસંભવિત થઈ પડયું.

આટલી નહાની વયમાં આવી કાર્યપરાયણ સ્ત્રીને રેાગને વશ અશક્ત થઈને ૫ડી રહેવાનું ઘણું જ ભારે પડયું. અને તેમની મોટી મેાટી આશાએાનો ભંગ થવાથી તેમને ઘણો જ શેાક થયો. તે છતાં ઘણી હીંમતથી એ આફત સહન કરી અને પથારીમાં સુઈને પણ લોકનું ભલું કરવાને ચુક્યાં નહિ, એક પણ દિવસ તે કામ કર્યા વગર બેસી રહેતાં નહિ કામ એ જ એમનું જીવિત હતું.

ઘણો ખરો વખત તે લડનમાં જ રહેતાં; કારણ કે મોટાં શહેરમાં તેમને કામને અવકાશ વધારે મળતો.

સેાલ્જરેનાં દુઃખ નિવારણ કરવાં, લશ્કરી હોસ્પીટલોમાં સુધારા કરવા તે એમની મોટી ઈચ્છા હતી. અને તે માટે તે ઘણો ખરો વખત એ જ બાબતમાં ગુંથાએલાં રહેતાં, સરકારમાં તેમની આબરૂ એટલી બંધાઈ ગઈ હતી કે તેમની માગણીને હંમેશ માન અપાતું. તેમની સુચનાથી ઘણાકને પેનશન મળ્યું હતું; ઘણીક વિધવાઓ ને અનાથ બાળકોને અા-