પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમાંની પહેલી બાબતના વિચારો નિરૂપતાં લખાણોનો સંગ્રહ - राष्ट्रभाषा विषे विचार - આ અગાઉ બહાર પડી ગયો છે. બીજી બાબતનાં લખાણોનો સંગ્રહ આ હવે બહાર પડે છે.

આ રીતે જોતાં આ બીજા સંગ્રહની અત્યારે બહુ જરૂર છે. ઈ.સ. ૧૯૩૭માં વર્ધા શિક્ષણ યોજના અથવા તો પાયાની કેળવણીનો જન્મ થયો. ઉમંગ અને શ્રદ્ધાથી બે ત્રણ વરસ એનું કામ ચાલ્યું પછી રાજકીય પલટાની સાથે આ કામ લગભગ ૧૯૪૬-૪૭ સુધી ગોટાળામાં ગબડ્યા કર્યું. જાતજાતના નવા અર્થો ને નવા નવા આડ-ફાંટા ઊભા થયા. ૧૯૪૭થી પાછું સરકરોએ આ કામને સમારી લેવા માંડ્યું છે. એટાલે ખરું જોતાં ૧૯૩૭ થી ૧૯૪૭ નો દસકો, વર્ધા શિક્ષણ યોજનાના પ્રયોગોની દૃષ્ટિએ જોઈએ તો, ચૂંથાઈ ગયો હતો એમ કહી શકાય. અને વ્યવસ્થિત પ્રયોગ ૧૯૪૭માં આઝાદી આવ્યા પછી શરૂ થાય છે. એમ કહીએ તે ખોટું નથી. તે વખતે ગાંધીજા ના વિચારો ખરેખર શા હતા. તેનું મનન કરવું જોઈએ. જેથી નીતિની બાબતમાં વચલાં વરસોમાં જે આડાઅવળી કે આઘીપાછી થઈ હોય તે પ્રજા તથા સરકરને સાફ જણાય.

વર્ધા યોજના રૂપે ગાંધીજીએ જે વિચારો રજૂ કર્યા, તે એમના પૂર્વ વિચારોથી કે શિક્ષણ-પ્રયોગથી સાવ નોખા અને નવા જ હતા એવું નથી. કાંઈ ફેર હોય તો તેમની ભૂમિકાને લઈને. ૧૯૨૦થી તે પ્રયોગો ગાંધીજીએ શરૂ કર્યા, તે દેશમાં સ્વરાજ લાવવાને માટેના શિક્ષણના. ૧૯૩૭ પછી એ ભૂમિકા આપોઆપ ફરી અને તે સ્વરાજ આવ્યું. તેના શિક્ષણના એટલે કે, ફેલામ્ જે મર્યાદા હતી તે મટીને દેસહ્વ્યાપી વિચાર અને પુન્ર્ઘટનાની ભોમિકા લેવાની થઈ. તેમણે જ કહ્યું છે કે,

"મેં રજૂ કરેલો શિક્ષણક્રમ પણ રચનાત્મક કાર્યનો મોટો અંશ છે. જે રૂપ તેને હું અત્યારે આપી રહ્યો છું, એ મહાસભાએ અપનાવ્યું છે, એમ કહેવાનો મારો આશય નથી. પણ હું જે લખી રહ્યો છું તે ૧૯૨૦થી રાષ્ટ્રીય શાળાઓને વિષે જે કંઈ મેં કહ્યું છે ને લખ્યું છે, તેના મૂળમાં છુપાયેલું હજ હતું. એ મારી પાસે વખત આવ્યો એટલે એકાએક પ્રગટ થયું છે, એવો મારો દૃઢ વિશ્વાસ છે."

એટલે વર્ધા યોજનાનો સાંગોપાંગ આભ્યાસ કરવા ઈચ્છનારે તેમનાં શરૂમાં કહેલાં બમ્ને પુસ્તકો પણ જોવાં જોઈએ. તો તેમાંથી તેમને યોજનાની આખી ભૂમિકા મળી રહે. પરંતુ, આજે સૌને સારુ ખાસ જરૂર એ છે કે, ગાંધીજીએ જે વસ્તુ અત્યારની જરૂરિયાત પ્રમાણે