પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રજૂ કરી, તે તેના મૂળ સ્વરૂપમાં સમજી લેવી જોઈએ. તેમાં ફેરફારો કરવાની ના ન હોઈ શકે; પરંતુ જો કોઈ ફેરફાર નિચારીએ તે તેમાં સુધારો કરવાપણું હોવું જોઈએ, યોજનાના મૂળ ઉદ્દેશને કથાળે એવું કાંઈ ન હોઈ શકે. આવું શુદ્ધ પ્રયાણ કરવું હોય તો વર્ધા યોજના વિષે ગાંધીજીએ જે લખ્યું, તે એક ચોપડી તરીકે મળે, તો તે અભાસીઓ, કેળવણીકારો, શિક્ષકો તથા અધ્યાપન મંદિરો વગેરે બધાંને કામ લાગી શકે.

વર્ધા યોજનાનો અમલ કરવામાં આજે જે મોટી અડચણ છે, તે ગાંધીજીએ પોતે પણ સાફ કહી છે. હરેક ક્રાંતિકારી પગલામાં હોય છે તેજ ઉપકારની એ છે, દરેક પુનર્ઘટનાને નસીબે એ ચોંટેલી જ હોય છે. એ છે જૂનું ચાલુ રૂઢિગત શિક્ષણતંત્ર અને તેમાંથી નીપજતાં મૂલ્યો તથા ગંઠાઈ ગયેલા હિતસંબંધો એમના શબ્દો ટાંકુ :-

"... તમારી મુશ્કેલીઓ હું જાણું છું. જે લોકો (કેળવણીની ) જૂની રૂઢિગત પરંપરામાં કેળવાયા છે અને ઊછર્યાં છે, તે લોકો સહેજમાં એક તડાકે તેનાથી તદ્દન જુદે રસ્તે ફંટાઈ ન શકે."

આથી જ, દા૦ ત૦, અંગ્રેજીને પ્રથમનાં સાત વરસના ભણતરમાંથી દૂર કરવાનું પગલું ૧૯૩૭થી ગાંધીજીએ સાફ કહેલું કે તદ્દન જરૂરી છે, છતાં દસે વરસે ૧૯૪૭માં તે ભરાયું અને ભરાયું ત્યાં જ પાછું અધકચરું કરી મુકાયું. શ્રદ્ધા- અને નિષ્ઠા -જન્ય અડગતા વગર આ અડચણ દૂર ન થઈ શકે એવી છે. તેથી જ તેમણે પ્રધાનોને તથા શિક્ષણખાતાને સલાહ આપી હતી કે,

"હું પ્રધાનનાના હોદા પર હોઉં તો એવી વ્યાપક સૂચનાઓ આપી દઉં કે, હવે પછી કેળવણીને લાગતી સરકારની બધી પ્રવૃત્તિ પાયાની કેળવણીને ધોરણે તેની દિશામાં ચાલશે... ઇન્સ્પેક્ટરો અને અમલદારોને આ નીતિ કે આ કેળવણી વેષે શ્રદ્ધા ન હોય, અથવા વફાદારીથી નવી નીતિનો અમલ કરી તેને પાર પાડવાની તેમની ના મરજી હોય , તો તેમને હું રાજીનામું આપી સરકારની નોકરીમાંથી અળગા થવાની છૂટ આપું. પણ પ્રધાનો પોતાનું કામ બરાબર જાણતા હોયાને તેની પાછળ તન તોડીને હોંશથી તેમ જ ખંતથી મંડે, તો આવું કરવાની જરૂર પડે એમ મને નથી અલગતું, પણ એટલું સાફ સમજવું જોઈએ કે, ઑફિસની ખુરશીમાંથી બેઠે બેઠે એક પછી એક હુકમો છોડવાથી આ કામ બનવાનું નથી."