પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આના કરતાં મોટી અડચણ તો ઉદ્યોગ શિક્ષણ અને તે વાટે કેળવણી શી રીતે અપાય, એ મૂળ વિચારના અમલ અંગે આવી છે. ઉદ્યોગ એક સાધન છે, તે સાથે જ એ સાધ્ય છે. બીજા વિષયો માટે એમ નથી. એટલે ઉદ્યોગને એક સાદ્ય તરીકે બરોબર શીખવવો જોઈએ. તેનું કામ વ્યવસ્થિત થવું જોઈએ. એમ થાય તો જ કેળવણીના સાધન તરીકે તે પોતાની શક્તિ દાખવી શકે. જૂની કેળવણી-પદ્ધતિને શ્રમ અને જાતમહેનતની સૂગ છે; તેમાં ઊંચનીચભાવ દાખલ થયો છે. આથી શાળાઓમાં ઉપર બતાવેલી દ્રષ્ટિએ ઉદ્યોગ ન ચાલ્યો. અને બીજી બાજુથી તેને સાધન તરીકે વાપરવા માટે, અનુબંધને નામે એક વિચિત્ર બાજુ જ શિક્ષણશાસ્ત્રીઓને હાથે નિર્માણ થઈ. 'ઍક્ટિઇવિટી' અને 'પ્રોજેક્ટ' પદ્ધતિ જોડે તેને સાંકળવામાં આવી. આમ કરીને પણ શિક્ષણ તો તે ઢબેય ઝાજું ન સુધર્યું, અને ઉદ્યોગને કેવળ પ્રયોગશાળાના એક પ્રયોગ રૂપે કર્યા પછી તેને વિષે જાતજાતની માહિતીની વાતો અને ચોપડીઓ પર જ શિક્ષનપદ્ધતિ પાછી વળી ગઈ. અને નિયત અભ્યાસક્રમ તો છેવટે કરવો જોઈએ, એટલે ઉદ્યોગ પર ક્રમિક કાપ પદતો ગયો. વાચક જોશે કે, ગાંધીજીના લખાણોમાં 'અનુબંધ' શબ્દપ્રયોગ નથી. તે તો ઉદ્યોગ વાટે કેળવણી કહે છે, અને તે સમજપૂર્વક ઉદ્યોગ કરીએ તો અભ્યાસક્રમ જેવી વસ્તુ તેમાંથી જે રીતની બને તે સાચો સહજ અભ્યાસ છે, એમ તેમણે કહ્યું. ચાલુ શિક્ષણપ્રથામાં અભ્યાસક્રમનું સ્થાન આ રીતનું નથી. અમુક અભ્યાસક્રમ વરસમાં થાય એમ તે પ્રથમ ઠરાવે છે; વર્ધા પદ્ધતિનો અર્થ તે અભ્યાસક્રમને અનુબંધથી ચલાવવો એમ તે માને છે તથા ભણતરની જૂની કલ્પના પણ ગઈ નથી. ગાંધીજીનાં લખાણોનો આ સંગ્રહ એ બાબતમાં ખૂબ વિચારપ્રેરક બનશે, એમાં શંકા નથી,

એક બીજી વસ્તુ પણ આ સંગ્રહથી સ્પષ્ટ થશે. વર્ધા યોજના શિક્ષણ પદ્ધતિ નથી; તેનાથી ક્યાંય વધારે એ છે. એ હિંદના આખા પ્રજાકીય સવાલને પહોંચી વળવાને માટેનો શિક્ષણ દ્વારા માર્ગ છે. તેથી જ ગાંધીજીએ તેને હિંદ માટેની પોતાની પરમ ભેટ કહી હતી. આનું રહસ્ય એમનાં આ લખાણોનો સંગ્રહ બતાવશે.

કોઈ દેશની રાષ્ટ્રીય શિક્ષણપ્રથાના મૂળમાં જોઈએ તો અમુક શ્રદ્ધા, અમુક દૃષ્ટિ, અને તેને અનુરૂપ પ્રયોજન ને ઉદ્દેશ રહેલાં હોય છે. શિક્ષન પ્રથા તે ઉપરથી ખીલે છે ને પોતાનો ઘાટ પકડે છે. જેવી શ્રદ્ધા, જેવી દૃષ્ટિ, તેવો ઘાટ કાળાંતરે થવાનો જ. અત્યારે આપણે ત્યાં જે ચાલે છે તેની શ્રદ્ધા અને દૃષ્ટિ મૅકોલેની આપેલી છે; તેનું પ્રયોજન અને ઉદ્દેશ, અંગ્રેજ રાજકર્તાઓએ આપણા દેશમાં જે જમાનો રચ્યો છે તેની જરૂર પૂરી પાડવી એ છે. એ અરૂર રાષ્ટ્રહિતની ન હતી. એનું પ્રયોજન આખા દેશમાં બધા સ્વતમ્ત્ર, સમજુ