પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઇબ્રાહીમકાકને મારા ઉપર સૌથી વઘારે પ્રેમા હતો. કેરીની મોસમમાં આંબા પર પહેલી કેરી પાકે, તે ઇબ્રાહીમકાકા કપડે વીંટળી રાખે ને ઘીમેથી આવીને મારા ગજવામાં સરકાવી દે. હું કેરી સું ઘી જોઉં અને આનંદમાં આવીને બોલી ઊઠું: ‘ઇબ્રાહીમકાકા,તમે તો બહુ મીઠા છો!’ એમને ગોળ બહુ ભાવતો અને એમના શબ્દોમાં પણ ગોળા જેવી મીઠાશ હતી. તેથી અને તેમને વિનોદમાં ‘મીઠાકાકા’ કહેતા, એટલે તે અમારી પાછળ દોડતા. અમે દૂર નાસી જતા અને પકડાતા નહીં. ઇબ્રાહીમકાકા ઘણી વાર થાળીમાં રોટલો મૂકીને અમારા વાડામાં આવે અને અમને કહે: ‘જા જોઇ આવ તો, તારી બાએ કંઈ સારું શાક કર્યું છે?’ હું મા પાસે દોડી જાઉં અને થાળી ભરીને શાક, અથાણું ને બીજી સારી વાનીઓ લઈ આવું. કાકા એ સ્વાદ્થી ખાય અને ખાઈ રહે એ પહેલાં તો બીજી વારલઈ આવું અને થાળી એમના વાસણમાં ઠાલવી દઉં. આમા હું મારો બાલીશ પ્રેમ એમના પરા વરસાવું તે કેટલીયે વાર એમની આંખ માંથી અશ્રુધારાઓ વહેવા માંડે; પણ કદી એ મને ભેટે નહીં, બચ્ચી તો કરે જ શાના? એ મુસલમાન હતા એનું ભાન મને ભાગ્યે જ હતું; એટ્લે મારા પરનો – બ્રાહ્મણના દીકરા પરનો પ્રેમ તે આ રીતે બતાવતા જ નહીં.

આ રીતે ગાઢ મિત્રતાના વરસો વહી ગયાં અને બ્ંને કુટુંબોનો પ્રેમસંબંઘ વઘતો ચાલ્યો. એ દરમ્યાન મારા પિતાનો સ્વર્ગવાસ થયો. ઇબ્રાહીમકાકા હવે અમારા ઉપર કાકા તરીકેનો સ્નેહ પહેલાં કરતાંયે વઘારે રાખવા લાગ્યા. મારા મોટા ભાઈ હ્ંમેશા એમની સલાહ લેતા અને કાકા વગર આનાકાનીએ સાચી સલાહ આપતા.

એક વાર એવું બન્યું કે, હિંદુઓના ઢોરે મુસલમાનના કબ્રસ્તાનમાં પેસી જઇને ઝાડપાનને નુકશાન કરેલું , તે વિષે ભારે કજિયો ઊભો થયો. અમારા ગામનાં ઢોર ચારનાર ગોવાળના છોકરાઓની બેદરકારીને લીઘે આમ બનેલું. ગામના મુસલમાનો ગુસ્સે ભરાઈને દોડી આવ્યા, ગોવાળના છોકરાને સારી પેઠે ટીપ્યા અને ઢોર હાંકીને ડબ્બામાં પૂરી દીઘાં. છોકરાીસ ખાઈને ઢોરના ધણી પાસે દોડી ગયા. જેમના ઢોર હતાં તે બઘા ડાંગો લઈને લડાઈ કરવાની તૈયારી કરીને નીકળી પડ્યા. આ ખબર વીજળીવેગે ફેલાઈ ગઈ અને આસપાસના સૌ મુસલમાનો લડવાને ને હિંદુને પાંસરા કરવાને ધાઈ આવ્યા. કલાકો સુઘી બોલાચાલી થઈ ને ડાંગો ઉગામાવાની તૈયારી હતી. સમજાવટના પ્રયત્નો બઘા નિષ્ફળ ગયા હતા. મુસલમાન કહેતાહ્તા કે, આ કાંઈ પહેલો બનાવ નથી; ગોવાળના છોકરાઓએ ત્રીજી-ચોથી વાર ઢોર પેસાડ્યા છે, એટલે ફક્તા