પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
હિંદી મતાધિકાર


હિંદીઓની મતદાર યાદીનું નીચેનું પૃથક્કરણ એ પણ બતાવે છે કે મોટાભાગના હિંદી મતદારો એવા હિંદીઓ છે જેઓ ઘણા લાંબા સમયથી સંસ્થાનમાં સ્થિર થઈને રહેલા છે, જેમની ઓળખાણ હું મેળવી શકયો છું એવા ૨૦પમાંના માત્ર ૩૫ એક વખતે ગિરમીટ નીચેના હિંદીઓ હતા અને તેઓ બધા ૧૫થી વધારે વર્ષ થયાં સંસ્થાનમાં મોજૂદ છે.

હિંદી મતદારોના વસવાટનો ગાળો અને જે હિંદી મતદારો એક વાર ગિરમીટ નીચે હતા તેમની સંખ્યા બતાવતો કોઠો :

૪ વર્ષના વસવાટ ૧૩
૫ થી ૯ " " ૫૦
૧૦ થી ૧૩ " " ૩૫
૧૪ થી ૧૫ " " ૫૯
જેઓ એક વાર ગિરમીટ નીચે હતા, પણ જેઓ ૧૫ વર્ષથી

વધારે અને ઘણા દાખલાઓમાં ૨૦ વર્ષથી વધારે સમય થયાં સંસ્થાનમાં રહ્યા છે એવા

મુક્ત હિંદીઓ ૩૫
સંસ્થાનમાં જન્મેલા
દુભાષિયાઓ
વર્ગીકૃત નહીં થયેલા ૪૬
૨૫૧

અલબત્ત આ કોઠાને કોઈ પણ રીતે પૂરેપૂરો સાચો નહીં કહી શકાય, આમ છતાં મારો એવો ખ્યાલ છે કે અત્યારના હેતુ માટે એ પૂરતો સાચો છે. આ રીતે આ આંકડાઓ ઉપરથી જે કાંઈ કહી શકાય તે એ છે કે ગિરમીટ નીચે આવતા હિંદીઓ, મતદારની યાદી ઉપર ચડવા માટેની મિલકતની પૂરતી લાયકાત મેળવવાને શક્તિમાન થવા, ૧૫ વર્ષ કે તેથી વધારે સમય લે છે. અને ગિરમીટમુક્ત થયેલી હિંદીઓની વસ્તીને જો છોડી દેવામાં આવે તો એકલી વેપારી વસ્તી મતદારયાદીને કદી ઊભરાવી કાઢી શકે એવું કોઈ પણ વ્યક્તિ કહી નહીં શકે. એ ઉપરાંત, આ ગિરમીટમુક્ત થયેલા ૩૫માંના મોટા ભાગના હિંદીઓ વેપારીઓને દરજજે પહોંચી ગયા છે. જેઓ મૂળમાં પોતાને ખરચે અહીં આવ્યા છે તેમનામાંના મોટા ભાગના લોકોને મતદારોની યાદી પર ચડી શકવામાં લાંબો સમય લાગ્યો છે જેમની ઓળખાણ હું મેળવી શકયો નથી એવા ૪૬ જણમાંના ઘણા તેમનાં નામો ઉપરથી વેપારી વર્ગના હોય એવું જણાય છે. સંસ્થાનમાં જ જન્મ થયેલો હોય એવા ઘણા હિંદીઓ સંસ્થાનમાં મોજૂદ છે. તેઓ શિક્ષણ પણ પામેલા છે અને છતાં મતદારોની યાદી ઉપર તેમાંના માત્ર ૯ જ લોકો છે. એ ઉપરથી દેખાય છે કે તેઓ એટલા બધા ગરીબ છે કે તેમને જરૂર પૂરતી લાયકાત મળી શકી નથી. એટલે, એકંદરે જોતાં એવું દેખાશે કે હાલની યાદીને ધોરણ તરીકે સ્વીકારીએ તો એ ભય કાલ્પનિક જ છે કે હિંદીઓનો મત ધમકીરૂપ બને એટલા પ્રમાણમાં વધી જશે. ૨૦૫ માંથી ૪૦ ઉપરાંત લોકો કાં તો અવસાન પામ્યા છે અગર સંસ્થાન છોડી ચાલી ગયા છે.