પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેપથ્ય

મનને દોષમુક્ત કરી, ગ્રન્થ માટે કે તમારાં ગૃહકાર્ય માટે વિચાર કરશો, ત્યારે આ નાTયકથાનું યોગ્યાયોગ્યપણું સારી રીતે દેખાશે.

ઘણાકોનો વિચાર નવલકથાની વિરુદ્ધ હોય છે. તેઓ કહે છે, કે વાર્તાઓ વિષયવાસના વધારનારી છે. એ વિષયમાં ના પડાય તેમ નથી. તથાપિ આ નાટ્યકથાપ્રસંગ તદ્દન જ નિરાળા છે. એમાં વસ્તુ સંકલનાની જે જાતની ગુંથણી ગુંથવામાં આવી છે. તેમાંથી ગ્રન્થકર્તા પોતે જ પોતાની મીણબત્તિના અજવાળાથી સારી રીતે જોય છે, કે પડદાનો રંગ, પોષાકનો લખલખાટ, ને પાત્રો એકેક પછી એકેક યોગ્ય રીતે રંગભૂમિપર પ્રવેશ કરી, પોતપોતાનું કાર્ય કેમ કરે છે; અને તેમાંથી કોઇને પણ અલાભ પ્રાપ્ત થાય કે દોષ દર્શાવાય તેવું થોડું જ જણાય છે. પ્રયોજકને વધારે શું કહેવાનું છે ? પ્રત્યેક કાર્યમાં ભૂલ હોય, દોષ હોય, તે સઘળા ઉપર લક્ષ આપવા કરતાં માત્ર તેમાંથી હૃદયપર આબાદ છાપ પાડે, તેવું ગ્રહણ કરવાને તે વિનંતિ કરે છે. જૂદા જૂદા પ્રસંગ પરત્વે આ નવલકથા લખાઈ છે. એમાં ઘણા દોષો છે, તથાપિ જે સુજ્ઞ છે તે લક્ષ આપતા નથી : તે સૂત્રધારનો દોષ જોવા કરતાં તેની કૃતિ, અભિનય કળા, સુબોધ વસ્તુની માર્મિકતાને વધારે બારીકીથી તપાસે છે. અને આટલું કહ્યા પછી પ્રયોજક, દર્શનગૃહમાં વિરાજિત થયેલા શ્રોતૃવર્ગને વિનવે છે કે, અભિનયની જ્વનિકા ઉઘડે છે, તે તરફ દષ્ટિ કરવી.

ઇ. સૂ. દેશાઈ

સંવત્ ૧૯૪૪.

ત્રીજી આવૃત્તિ વિષે બે બોલ

ગૂજરાતી ભાષાના સો સર્વોત્તમ ગ્રન્થમાં આ ગ્રન્થની ગણતી થઈ છે. આ ત્રીજી આવૃત્તિમાં ઘણો સુધારો ને વધારો કીધો છે. ઉર્દુ ભાગ પણ ખાસ સુધાર્યો છે.

ઇચ્છારામ સૂર્યરામ દેશાઈ

સંવત ૧૯૬૮