પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
સસરો અને વહુ


“તે શી રીતે ?”

“તમે જ શોધી કહાડજો ભાઈ!” એમ કહી તે એકદમ પોતાનાં ચપળ પગલાં ઉઠાવતી ઘરમાં જતી રહી, કેમકે તેના કાનપર પોતાની માતાના આવવાનો અવાજ આવ્યો હતો ને તે ખરો હતો.

મોતીલાલ તેની પૂંઠ નીહાળતો એકદમ બીજે રસ્તેથી નીકળી ચાલ્યો ને તે જ રાતના ચૂર્ણ હૃદયથી નિરાશ મુખડે - પણ વળી કંઈક ઉમંગમાં મુંબઈ આવ્યો. તેની પૂર્ણ ખાત્રી થઈ હતી કે બંનેના પ્રેમમાં કશી પણ ખામી નથી, તેમ સુખ માટે ખામી નહોતી.પ્રકરણ ૧૪ મું
સસરો અને વહુ

નાળો પૂરો થઈને ચોમાસું બેસી ચૂક્યું હતું. આ વખતે મોહનચંદ્રની તબીયત ઘણી નાદુરુસ્ત ચાલતી હતી. તેનામાં ઉઠવાની જરા જેટલી પણ ગતિ નહોતી, ને હમણાં છેક જ ખાટલાવશ થયેા હતો. શ્રાવણ માસના ઘણા રમણીય દિવસેામાં આપણી નાયિકાનું ઘર શોકાતુર અવસ્થામાં આવી ગયું હતું.

મોહનચંદ્રને ઘણો સખત તાવ આવતો હતો, છતાં તેની આવી માંદગીમાં લલિતાબાઈએ લઢવા વઢવાનો પોતાનો સ્વભાવ છોડી દીધો નહોતો. વૈદ્યરાજનું ઔષધ ચાલતું હતું, ને જેમ જેમ મોહનચંદ્રની પ્રકૃતિ વધારે બગડતી ગઈ તેમ તેમ ડોકટરની જરૂર ગંગાને ઘણી જણાઈ, પણ શેઠાણી તો વારંવાર પોતાની અશુભ વાણીમાં એટલુંજ બોલ્યા કરતાં કે “ડોસાને તો ધાડે ખાવાની નથી.” ગંગા એથી તદ્દન ઉલટું જ જોતી હતી. તેની પૂર્ણ ખાત્રી થઇ હતી કે આ વેળાનો મંદવાડ ઘણો ભારી છે ને તેમાંથી બચવું ઘણું મુશ્કેલ છે. મોહનચંદ્રની તબીયત સંભાળવાને ગંગા ને કમળા બે તેમની પાસેનાં પાસે બેસી રહેતાં હતાં.