પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧


પ્રકરણ ૨૪ મું
વિપત્તિપર વિપત્તિ

કિશોરલાલ મુંબઈ છોડીને ભરૂચ તરફ ગયા પછી આણી તરફ ગંગાની શી અવસ્થા છે તેનાપર હવે આપણે લક્ષ આપીએ. ભરૂચમાં જતાં કિશેાર તો પોતાના નાનાભાઈ વેણીલાલની તપાસમાં ગુંથાયો, પરંતુ ગંગાપર ઉપરાચાપરી દૈવી મારો આવવા લાગ્યો. સુરતથી લલિતાબાઇની માંદગીનો ઘણો સખ્ત કાગળ આવ્યો. ઘર આંગણે કોઇ પણ ન હોવાથી ઉપરાચાપરી ગંગાને તેડાં આવ્યાં કે સાસુજી મરવા સૂતાં છે માટે જલદીથી સુરત આવો. અહિયાં તારાગવરી શરીરે બરાબર નહોતી. કિશોરલાલ મુંબઇમાં નહોતો, ને તેથી કેમ કરવું તેના ગુંચવાડામાં તે ૫ડી. સુરતમાં આ વેળાએ તુળજાગવરી હતી, પણ તેને ને લલિતાબાઇને તો ઘડી પણ બને નહિ. કમળી પણ મુંબઇ હતી, ને પાછલા પ્રકરણમાં આપણે જોઇ ગયા તેમ તે હવે પહેલાંના જેવી આનંદી પણ નહોતી. માની માંદગીના સમાચાર જાણીને સુરતમાં જવાની તેની કંઇ પણ મરજી જણાઇ નહિ. હવે કરવું કેમ, એના વિચારમાં ગંગા પડી. સુરતમાં ડાક્ટરની પૂરતી ગોઠવણ કરે, ને સાસુજીની તબીયત સંભાળે તેવું કોઇ જ નહોતું. ગંગાએ છેલ્લે એવો જ વિચાર કીધો કે સાસુજીને મુંબઇ લાવી બરાબર દવા કરાવવી. પણ સાસુજીને સુરતથી લાવે કોણ ? તુળજાગવરીને એકવાર પત્ર લખ્યો, પણ તેણે તો પૂરતા તિરસ્કારથી જવાબ વાળ્યો કે, હવે સાસુજી જીવે કે મરે તેમાં તેને કંઇ લાગતું વળગતું નથી.

અંતે કિશોરલાલના એક સ્નેહીને સુરત મોકલવાનો વિચાર કરી, તેમની સલાહ લીધી. એનું નામ હેમચંદ્ર હતું. કિશેારને તે વારંવાર મળવા આવતો હતો, ને ઘણી બાબતમાં તેઓ એક બીજાની સલાહ આપલે કરતા હતા. આ તરુણ ખરેખરો સમજુ ગૃહસ્થ હતો, ને તે પ્રતિષ્ઠિત ગણાતો હતો, તેથી ગંગાએ તેને બોલાવવામાં અડચણ જોઈ નહિ. બીજે