પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
સાસુ સેવા

ઘરનો સઘળો બોજો તેના માથાપર હતો, તે કામ કરવામાં પણ થાકતી નહિ. બીજાં સધળાં તો માત્ર શેઠાઈપર આવેલાં હતાં એટલે વ્યવસ્થાનો બોજો તેના જ માથાપર હતો. હેમચંદ્રના કહેવાથી જણાયું કે અત્યાર સુધીમાં ત્રણસો રૂપિયા તો માત્ર દવામાં જ ખરચાયા હતા. કિશોરલાલની નાની દીકરી માટે ચાકર નફર રાખવાનું તથા તેમને માટે કપડાં લત્તાં સીવડાવવાનું કામ પણ એને જ કરવું પડતું હતું, આટલી ત્રાસદિ છતાં તે કદી પણ કંટાળતી નહિ. તે સઘળાંનાં મોં આગળ હાજર અને હાજર હતી. સાસુજીને માટે તો કમળી, નવી વહુ, મણીકોર ને વેણીગવરી એ સૌ નામનાં જ જાણવાં. એ સઘળાં તો મુંબઈની રચના જોવાને તત્પર થઈ રહ્યાં હતાં. બારણે ફેરીઆઓ આવે ને 'ચીનૉઈ સાડી' બૂમ મારે કે વેણીગવરી બૂમ મારે, ને 'ભરવાનો સામાન' આવે કે મણીકોર બૂમ મારે. ઉપરાઉપરી સામાન ખરીદે, ને પછી પૈસા અપાવવા ગંગા ભાભી પાસે આવે. અલબત્તા, ગંગા ઘણી ડહાપણવાળી ને ડાહી હતી, પણ આવા ઉડાઉ ખરચો તેનાથી પૂરા થતા નહિ. તો પણ સધળાંને વીશ વીશ સપિયા આપ્યા ને તેથી તે માટે સહુ રાજી થઈ ગયાં.

ઘરમાં સઘળાંની સેવા ચાકરીમાં તારાગવરીને તો વિસરી જ જવામાં આવી હતી. તે બાપડી પોતાનાં રમકડાં લઈને એકાદ ખૂણામાં ભરાઈને રમતી હતી, ને કદી એકલી જ બેસીને ખડખડાટ હસી પડીને સર્વને વિસ્મય પમાડતી હતી. કદી વેણીગવરીની દીકરી ને નવી વહુની દીકરી સાથે તે ખેલતી ને પછી છોકરાંઓ માંહોમાંહે લડતાં ને રાવ ખાવાને સઘળાં ગંગા પાસે આવતાં હતાં. એક કલાક રમતાં નહિ તેટલામાં દશવાર લડતાં, પંદર ફરીયાદનાં કારણ લાવતાં, ને વીશવાર રીસાઈને 'જા તારી ઇત્તા' કરી દૂર થતાં ને તેટલી જ વારમાં પાછાં ભેગાં થતાં હતાં. આ બાળવિનેાદ ઘણો મનોરંજક લાગતો હતો. તેમના કજીયાનાં મૂળ કંઈ પણ કારણ વગરનાં હતાં. કોઈવાર રમવાનો પોપટ