પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
તારી


એટલામાં તરત જ મેનાનું પાંજરું જે બગીચાના ઓટલાપર હતું તે ખુલ્લું રહી ગયાથી મેના પાંજરામાંથી બહાર નીકળી ને વાડીમાંના ફુવારા પાસે જઈને ઘણી બૂમો મારવા લાગી, તે ઉડે, દોડે, પાંજરાપર બેસે, હોજ તરફ જાય, એમ કળાહોળ કરી મૂક્યું. પહેલે તો ગભરાટમાં કોઇની નજર તેના તરફ પડી નહિ. ગંગાને કશું સૂઝે જ નહિ. ઘરમાં ચાકરો શિવાય બીજો કોઈ પુરુષ નહોતો. ઘણો વખત થયો એટલે ગંગાથી ધીરજ રખાઇ નહિ તેથી તે રડી પડી. ઘરમાં ગભરાટ થવાથી ને ગંગાને રડતી સાંભળી પડોસમાંનાં બૈરાં છોકરાંઓ દોડી આવ્યાં. તેવામાં મેનાના આક્રંદ તરફ સર્વની નજર ગઇ, ને હોજ તરફ દોડ્યાં, તો તારી તેમાં શબવત્ પડેલી જણાઈ. ઘરનો ભટ હોજમાં કૂદી પડ્યો, ને હાથમાં એક રમકડુ-એક મૂર્તિ-એક કુદરતે ઘડેલી પૂતળી લઈને ભટ પાણીમાંથી બહાર આવ્યો. તારીના ગુલાબી ગાલ, હસ્તેા ચહેરો, હરણી જેવી નિર્મળ આંખ, દાડમબીજ જેવા દાંત, ને પાકા ટીંડોરા જેવા હોઠ જોઈને સર્વે પહેલે તો ખુશી થયાં, પણ જેવાં પાસે જઇને જોય છે તેવું એક કાષ્ઠનું પૂતળું જોવામાં આવ્યું ! ગંગાએ કારમી ચીસ નાંખી, ને તરત મૂર્છા ખાઇને પડી.

મળેલા લોકો ને ચાકરોએ હવે તારી તરફ કશી પણ કાળજી બતાવી નહિ, કેમકે તેમાં હવે કંઈજ હતું જ નહિ-પણ ગંગાને મૂર્છામાંથી સાવધ કરવાને મંડ્યા, તેના મોંપર પાણી છાંટ્યું ને વાયુ ઢોળવા માંડ્યા. થોડાક ઉપચાર પછી તે શુદ્ધિમાં આવી. પોતાના ખેાળામાં તારીને લઈને તે અત્યંત વિલાપ કરવા લાગી. તે તારીને ચુંબન લેવા લાગી રડવાને મંડી પડી. “મારી બાપુડી,” “મારી લાડકી,” “મારી હરણી” એ રીતે ઘણો વિલાપ કીધો, ને પોતાના ખોળામાં જ પોતાની વહાલી દીકરીને લઇને તે અડગ બેસી રહી, તરત ડોકટરને બોલાવવામાં આવ્યો, પણ જ્યાં ખાલી પૂતળું પડેલું છે - જ્યાં કાષ્ઠવત્ શરીર થઇ પડેલું છે ત્યાં તે શો ઉપાય કરે? ગંગાનો આ વેળાનો વિલાપ, આક્રંદ