પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
શોકસદન

રૂપાનો કંદોરો ગીરે મૂકીને જોઇતી ચીજ આણી આપી ! ધન્ય છે માયાળું અને નિમકહલાલ ચાકર, તને પણ !!

ગંગાની સ્થિતિ આવી દુ:ખદ અવસ્થામાં બહુ જાણવાજોગ હતી. તે પળે પળે ઉનાં ઉનાં પાણી નેત્રમાંથી ખેરવતી હતી, તેનું હૃદય સદા જ કંપાયમાન થતું હતું, તેના મુખમાંથી સદા જ દીર્ઘ નિઃશ્વાસ નીકળ્યા કરતો હતો. કિશેારનું સુકું મુખ જોઇને તે મ્લાનવદનની થઇ જતી ને જ્યારે કિશેાર પ્રેમથી એાષ્ઠપાન કરવા જતો ત્યારે તે ગળગળી થઇ જતી હતી. તેનું શરીર સર્વ વાતે કૃશ થયું હતું, ને દુબળાપણામાં તેના મુખમાંથી દયાર્દ્ર, અને ખેદના ઉદ્‌ગારો સહિત જે ધીમો સ્વર નીકળતો, તેથી કોઇનું પણ હૃદય ભેદાતું હતું. તે દુઃખમાં દટાઇ ગઇ હતી, તેટલું છતાં પણ વિનોદવચન બોલીને કિશોરની આરોગ્યતામાં ખલલ પડવા દેતી નહિ. આવી દુ:ખદ અવસ્થામાં ઝાઝા દહાડા કઢાય તેમ ન હોવાથી મણી ને ગંગા ઘણાં મુંઝાયાં, પણ સારે નસીબે કિશેાર-ગંગાને કેટલાક અંગ્રેજ સ્ત્રી પુરુષો સાથે ને કેટલાક દક્ષિણીઓ સાથે મિત્રાચારી થઇ હતી, તેમાંના એક દક્ષિણીએ સરદારોની કેટલીક છેાકરીઓને હારમોનિયમ શીખવવાનું મણીને કામ સોંપ્યું. એક અંગ્રેજ મિત્રે પૈસાની મદદ આપવા માગી, પણ એમ મદદ લેવાને ઘણી શરમ લાગી ત્યારે આ ઉપાય શોધી કાઢયો. એક સરદારના ઘરમાં દશ કન્યાઓ ભેગી થાય ને તેમને હારમોનિયમ વગાડતાં શીખવવામાં આવે ને ત્યાંથી દર માસે રૂ. ૫૦ ની પ્રાપ્તિ થાય. પહેલે એક આબરુદાર કુટુંબની સ્ત્રીને આ પ્રમાણે બીજે સ્થળે શીખવવા જવું તે ગમ્યું નહિ. તેથી શું કરવું તે માટે ઘણાં મુંઝાયાં, પણ નાણાંની તંગીને લીધે મનમાં વિચાર કીધો કે, એ શિવાય બીજો રસ્તો નથી. નક્કી વિચાર કરી આખરે કિશોરને એ વાત જણાવી. એ સાંભળતાં કિશેારને જરા ખાવાનું પણ ગમ્યું નહિ. તેણે ગંગાની સામું જોયું, તો તેનાં નેત્ર આ પહેલી વાર જ જળથી ભરેલાં તેણે જોયાં. કિશેારનાં