પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
ગંગાની પતિપ્રત્યેની રીતભાત

માન્યું નહિ તે પછી આ પત કરશે જ નહિ, એથી ખીજવાઈને કહ્યું કે, “પરેશાન ઊઠે છે કે નહિ ? ન ઉઠે તો તારા બાપનું મડદું દેખે. માટી માટી શું ઝંખી રહી છે, એ માટી તો તારો ભાવ પણ નહિ પૂછે, મઢમ ! તને પણ આ રંડા પેઠે છાક આવ્યો છે કે શું ?” એમ બોલી ગંગા જ્યાં બેઠી હતી ત્યાં જઈ એક લાત મારીને તેને પાડી નાખી.

ગંગા મોઢે એક શબ્દ સરખો પણ બોલી નહિ, પણ આંખે તો શ્રાવણ ને ભાદરવો છોડી મૂક્યો. પરંતુ તુળજાગવરીથી આ સઘળું સહન થયું નહિ. તે ભણેલી હતી પણ ગણેલી ન હતી, તેથી ઘણી વાર ઝડાકો લઈ ઉઠતી હતી.

“તમારે ત્યાં શી મોકાણ મંડાઈ છે કે વળી પાછી ગાળો દેવા માંડી ?” તુળજાએ જોઈએ તેનાથી વધારે ઉત્તર દીધો.

“તારા માટીની મોકાણ મંડાઈ છે, અહીં કેાને કહે છે, કરકશા ?” સાસુજીએ વિચાર વગર જવાબ આપ્યો.

એ શબ્દને અંતે મોહનચંદ્ર ઘરમાં આવ્યા. સૌ ચૂપ થઈ ગયાં ને શેઠાણી લડવાને આતુર હતાં તો પણ આજે તો દબી ગયાં. ગંગાએ ઝટ દેતાં કે આંસુ લૂછી નાખ્યાં, અને તુળજા લજવાઈ; પણ તે સૌ મોહનચંદ્ર પામી ગયા, દીવાનખાનાની પડોસના ઓરડામાં, જ્યાં આ સઘળી ટપાટપી ચાલતી હતી, તેમાંના એક કોચપર જઈને ગંગા બેઠી, ને બિછાના પર પોતાની દિલગીરી કાઢવા માંડી. પણ મોહનચંદ્રથી બેાલ્યા વગર રહેવાયું નહિ, તેથી શાંતિ છતાં પણ તે બોલ્યાઃ-

“આ કંઈ ઠીક થતું નથી,” જેવી તુળજા એારડો છોડીને બહાર નીકળી કે તરત બોલ્યા, “ગમે તેવા યત્ન: છતાં પણ કજીયાદલાલ પોતાનું કાળું કરતી નથી. જ્યારે ને ત્યારે મારામારી થયા જ કરવાની કે શું ? કોઈએ પણ ડહાપણ શીખવું જોઈયે, પણ બંને સરખાં થાય છે એ માટે બંનેને ધિક્કાર છે. હવે ધારું છું કે સૌ પોતાના સ્વભાવને અંકુશમાં રાખતાં શીખશે, ને તું ઘરડી છે તે જરા શરમાશે;