પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
ગંગા–ગુર્જર વાર્તા

આ વહુવારુ તરફ તારે માતાભાવથી જોવું જોઇયે, તેને બદલે તારે તેમને અણઘટતા શબ્દો કહેવા એ તને શું શરમાવાનું કારણ નથી ? તુળજાની ગમે તેટલી ભૂલો છતાં તું વધારે કમજાત છે ! તો હવે ગમે તે કોઈપણ ઈલાજ નક્કી થવો જોઇયે ! પણ તે નક્કી થતાં સુધી ભલાં થાઓ તો ઠીક.”

વેરથી ધુંધવાતી ચિહિડીયણ શેઠાણી ઉછળી; “તારે શું હું મરું ? તમને સુખ થશે ?”

“ખચીત, શક શેા ?”

“આ રાંડોની સાથે સૌ ભેગાં થઈ મને મારી નાખો !”

“ભેગાં થઈને અમે સૌ એમ ઇચ્છિયે છિયે કે તું હવે મુક્તિને પામે.”

“અને ત્યારે પછી તમે આનંદ પામશો ?”

“બેશક, તું જ્યારે બીજાઓનો આનંદ જોઇ શકતી નથી ત્યારે બીજું શું?

“પૈસાદારની દીકરીનો પક્ષ કરી મને દબાવતા હશો કેમ ? પણ હું દબનાર નથી. એ મારા ઘરમાં નવાબોની દીકરીનું ચલણ નહિ ચાલે. તમે પણ પૈસાદારની દીકરીનો પક્ષ ખેંચો, પણ તમને રાતી દમડી ગુમડે ચોપડવા ખપ નથી લાગવાની. હું ગરીબ માબાપની દીકરીના પક્ષ કેમ કરો ? વહુઓ તો તમારું પૂરું કરશે !” ધણિયાણી બેાલ્યાં.

“જેનાં જેવાં લક્ષણ તેવું તેને માન મળે.”

ચીડવાયલી લલિતા તોબરો ચઢાવીને બહાર નીકળી ગઈ. ગંગા ઘણું રડી ને તેના નિર્દોષ પિતાને જે શબ્દો કહેવામાં આવ્યા તેથી તેને ઘણું લાગી આવ્યું. કિશેાર આવતાં સુધી તે ભૂખી રહી, ને સાંઝના પાંચ વાગે કિશેાર આવ્યા ત્યારે દિવસની ખટપટનો કશો અણસારો પણ કીદો નહિ, ને પોતે જમી છે કે નહિ તે પણ જણાવ્યું નહિ. કિશોરે જમી લીધું, ને રાતના સધળું વાદળ સાંગોપાંગ ઉતરી ગયું.