પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
ગંગા–ગુર્જર વાર્તા

તો અવશ્ય હોય, પણ હવે નાકમાંની વાળી ભાગ્યે જ પહેરવામાં આવે છે, ને પગના તોડા તો છેક જ જતા રહ્યા છે અને તેનું સ્થાન નાજુક લંગરે (નૂપુરે) લીધું છે. તેનો ઝંણકારો કર્ણપ્રિય લાગે છે. આવા પોષાક પેહેરેલી સ્ત્રીઓનાં જ્યાં ને ત્યાં ટોળેટોળાં જોવામાં આવે છે. ખરેખર લગ્નસરા એ સ્ત્રીઓનાં પ્રદર્શનનાં ઠેકાણાં છે.

પોતાના સગાને ત્યાં જવાને, કામથી પરવારી મોહનચંદ્રનાં કુટુંબનાં સૌ પાષાક સજવા બેઠાં ગંગાએ પોતાનો ચોટલો એાળી લીધો હતો, ને કમળાનો એાળવાને બેઠી હતી. કમળા બાળવિધવા હતી, પણ વેશ રાખેલો હોવાથી સાધારણ ઘરેણાં તેને માટે કહાડી આપ્યાં હતાં, તે ગંગાએ એને પહેરાવ્યાં. એટલામાં શેઠાણીએ બૂમ મારી. કમળી ઉઠીને ગઈ. ગંગાએ ચોટલો ચાંદલો કીધો હતો તેથી તે ખીજવાઈ ગઈ. પણ બીજું કંઈ કહેવાને બદલે માત્ર એટલું જ કહ્યું કે “એવા ચાળા ચસ્કા મૂકી જલદી ઘરેણું લૂગડું પહેરી લે.”

સૌ ઘરેણાં લૂગડાં પહેરીને તૈયાર થયાં. શેઠાણીને વાર તો હતી નહિ, પણ કંઈ મસે બોલવું તેથી કહ્યું કે, “આટલી તે શી ધાડ પડી છે કે ઉતાવળ કીધી.” કોઈએ પણ તેના લાંબા મોઢાને જવાબ આપ્યો નહિ. સૌ ઘેરથી નીકળીને સગાને ત્યાં ગયાં, રસ્તામાં અગાડી શેઠાણી, તેનીપુઠે કમળી ને નાની બેહેન તથા તેમની પુઠે તુળજાગવરી ને ગંગા, પછાડી વેણીગવરી ને ચાકર, ને ચાકરના હાથમાં મદન હતો. સૌના પોષાક જૂદા જૂદા પ્રકારના હતા. ગંગાનો પોષાક ઘણો સાદો હતો, પણ આટલા બધામાંથી માત્ર તે જ એક તેજવંતી ને ગુણવંતી જણાતી હતી. કમળીનું ચાલવું જોકે કાંઈક છોકરવાદી જેવું હતું, તથાપિ તે બહુ મર્યાદામાં રહેતી હતી. તુળજાગવરીનો પોષાક વધારે ભભકાપર હતો, ને તેણે નવી ને જુની ફેશનનું અનુકરણ કીધું હતું. બીજીએાનો પાષાક સામાન્ય હતો.

સગાને ત્યાં પહોંચ્યા પછી બીજાં ઘણાં બૈરાંઓ વહેવાઈને ત્યાં જવાને તૈયાર હતાં, તેમની સાથે સૌ ઉઠ્યાં. આ લગ્ન જેને ત્યાં હતાં