પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
ગંગા–ગુર્જર વાર્તા

એવો વિચાર ઉઠ્યો કે કિશેાર તથા તેના ભાંડુઓ વિચારવંત છે, તેથી કદાપિ આ બાપડી કમળીને દુ:ખદ અવસ્થામાંથી છૂટી કરીશ; ને તેને માટે કદાપિ ચાર દહાડા વિશેષ રહેવું પડશે તો ચિન્તા નહિ.

પ્રેમ પહેલે પગથિએ બંધાય છે ત્યારે જો સામું માણસ દુ:ખી હોય તો દયા છૂટે છે; નિર્ધન હોય છે તો ધનથી મદદ કરવામાં આવે છે; આપત્તિમાં હોય છે તો તેમાંથી મુક્ત કરવાના ઉપાય યેાજાય છે અર્થાત્ તે જે રીતે સુખી થાય તેવા ઉપાય લેવામાં બાકી રાખવામાં આવતું નથી. પહેલે આ બધા વિચારો કંઈપણ હેતુ વગર બહાર પડે છે, પછી ધીમે ધીમે પ્રેમની ઘટના થાય છે, ને ત્યારે જ તે સંબંધી કંઈ પણ સમજણ પડે છે.

નિર્દોષ કમળી તરફ હમણાં જે પ્રેમ મોતીલાલને છૂટ્યો હતો તે પ્રથમ રુપમાં હતો. પોતાની બેહેન સમાન ગણીને મોતીલાલે કમળીનાં દુ:ખો તરફ હમણા તો નિગાહ કીધી હતી. બીજે દિવસે સવારના કિશેારના ઓરડામાં મોતીલાલ એકલો બેઠો હતો ત્યારે કમળી ચાહ આપવા આવી. તે વેળાએ માત્ર મોતીલાલે એટલું જ કહ્યું કે, “બેહેન, કિશોરલાલ હેઠળ ગયા છે તેમને ઉપર મોકલજો.” કિશેાર આવ્યા પછી વાતચીત કરતાં મોતીલાલે પૂછ્યું કે, “તમારી બેહેનની આવી દુ:ખી અવસ્થા કયાં સૂધી જોયા કરશો ?”

“એ વાતમાં આપણો ઉપાય નથી, ને આપણું કંઈ ચાલે પણ નહિ, તેમાં મારી માતા એવી તો વિલક્ષણ સ્વભાવની છે કે તેને કંઈ પણ કહેવામાં આવે તો તરત કુવો – તાપી કરવા તૈયાર થાય. તથાપિ મારી તથા મોટા ભાઈની એવી ઇચ્છા ખરી કે કંઈક રીતે એ બાપડી દુ:ખમાંથી છૂટે તો ઘણું સારું.”

“એસૌ તમારા હાથમાં છે. તમે ન્યાત જાતમાં મોટેરા છો, તે અગાડી પડીને કંઈ પણ કામ કરો તો તેથી બીજા ઘણાને દુઃખમાંથી છોડવવાનો આશીર્વાદ લેશો.”