પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
ગંગા-ગુર્જર વાર્તા

પોતાની સ્તુતિ સાંભળવાને પણ ના પાડે છે. મારી તરફ જ નહિ, પણ આખા મારા કુટુંબ પછાડી એ પોતાનો પ્રાણ આપવાને તૈયાર છે. રે ગંગા ! ગંગા ! તારા જેવી સલુણી સ્ત્રી જેને મળે તે પોતાને કેમ ભાગ્યશાળી ન ગણે ? જો મારી માતા વિવેકે વર્તે તો તો પછી મારા કુટુંબ જેવું એક પણ કુટુંબ સુખી ગણાશે નહિ.” આવો વિચાર કરે છે તેટલામાં ઘણે દરજ્પ્જે સપાટ તૈયાર કરીને ગંગા પતિ પાસે આવી, ને આ બંને પરસ્પરનાં નેત્રમણી, દંપતીએ આનંદ સાથે શયન કીધું.

* * * * *

એલફીન્સ્ટન કૉલેજમાં રજા પૂરી થઈ હતી, કિશોરલાલ ને મોતીલાલ મુંબઈ રવાના થયા હતા. કૉલેજમાં પોતપોતાના અભ્યાસમાં બંને જણ સારી રીતે ગુંથાયા; ને તેમાં ઘણાં દિવસ સૂધી કિશોરને પોતાની પ્રિયતમ મૂર્તિને પત્ર લખવો સૂઝ્યો નહિ. કિશોરપર ગંગાના પત્રો આવતા હતા, તેમાં કમળી બેહેનને માટેનો ખુલાસો વારંવાર પૂછવામાં આવતો હતો, પણ શો ખુલાસો કરવો, તે તેને ઘણે વિચારે પણ સૂઝ્યો નહિ, મોતીલાલની મરજી કમળીને પોતાનો વિચાર બતાવવાની ને તેનો જાણવાની ઘણી હતી, પણ પેહેલ કરવી તે ઠીક કે નહિ એવા વિચારથી તે પણ લખતો અટકી ગયો. કૉલેજમાં જેમ જેમ પરીક્ષા પાસે આવતી ગઈ, તેમ તેમ વધારે શ્રમમાં વિદ્યાર્થી મચ્યા હતા. દોઢ માસ થયાં કિશેાર અભ્યાસ પર ખૂબ મચ્યો હતો. તેની તો આ જ એક છેલ્લી આશા હતી; જો તે એમાં નિષ્ફળ થાય તો પછી એની ચઢતીનો સૂર્ય અસ્ત થયો એમ જ એ માનતો હતો. મોહનચંદ્રના પિતા ગમે તેટલા પૈસાવાળા હતા, તથાપિ હમણાં તેમની આવક ને ધંધો બંધ પડી ગયાં હતાં. કિશેારને ભણાવવાની મરજી તો ખરી, પરંતુ ઘણી વેળાએ પૈસાની તાણ પડતી હતી. તેમાં જ્યારે જ્યારે કૉલેજમાં ફી ભરવાને માટે નાણાં માંગવામાં આવે ત્યારે ત્યારે ઘરમાં શેઠાણી રમખાણ કરી મૂકતાં હતાં. તેમને એક સાંળુ કે સાડી લેવી જ વધારે કીમતી હતી, પણ પોતાના દીકરાના કલ્યાણ પછાડી