પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
ઘાશીરામ કેાટવાલ.

મુકીને તેની મા પ્રસાદ લઇ પોતાને ઘેર જતી હતી. આ પ્રમાણે પાંચ છ મહીના ગયા પછી લલિતાગૌરી ગર્ભવતી માલુમ પડવા લાગી એથી તેની મા તથા તેના બાપની ભક્તી પુરાણી બાવા ઉપર વધારે થવા લાગી. લલિતાગૌરીને પુરે માસે અરધી રાત્રે છોકરો અવતર્યો. તેનો ઘાશીરામને ઘણો આનંદ થવાથી, ફુલાઇ ફુલાઇને જોસમાં બેાલવા લાગ્યો, કે આજ લગી જમાઇને જે કલંક લાગેલું તે દેવીએ દૂર કરી દીધું. ઘણું સારું થયું. હવે જે લોકો જમાઇની ચેષ્ટા કરતા હતા, તેની ફજેતી સવારે નાનાસાહેબના વાડામાં જઇને કરું છઉં. પછી ભાનુપ્રસાદને પાસે બોલાવી હર્ષથી કહ્યું કે “જીયો બેટા જીયો ! તેરે દેહકી અબ સ્વાસ્થ ભયે: સબ દુશ્મનોકી મૂછ નીચે ઉતારતા હોં. જા અબ ઇતની બખત અસનાન મત કરો; પણ શાસ્ત્ર પ્રમાણે એક પાષાણકા ટુકડા લેકે કુવામેં ડુબા દો.” તે પ્રમાણે ભાનુપ્રસાદે વાડામાં જઇ કુવામાં પથરો નાખ્યો ને પાછો આવ્યો. પછી ઘાશીરામે સાકર લઇને તેમાંથી એક ચપટી ભરી પોતાના મેાહોમાં નાખી, ને એક ચપટી ભરી ભાનુપ્રસાદના મોહોમાં નાખી. સવારનો પોહોર થતાં જ ઘાશીરામ નોબત, ટકોરા તથા વાજાંવાળાઓને બોલાવી મેાટો દમામ કરવા લાગ્યા. સરકારમાં તથા દરબારી મંડળીવાળા લોકોને ત્યાં થાળ ભરીને સાકર મોકલી; અને પોતે જાતે નાના ફડનવીશના વાડામાં ગયો, ને એક રૂપાની થાળી સાકરથી ભરી નાનાસાહેબના મોહડા આગળ મુકી હાથ જોડી કહેવા લાગ્યો કે સાહેબની મેહેરબાનીથી લલિતાબાઈને રત્ન સરખો દીકરો અવતર્યો છે. જે લોકો આજ સુધી તેહના ધણીની મશ્કરી કરતા હતા તેનાં મોઢાં આજ કાળાં થયાં. આ બોલવું સાંભળી ત્યાં મંડળી બેઠેલી હતી તેમાંથી એક હિંમતવાન ગૃહસ્થે હસતાં હસતાં કહ્યું કે નાના સાહેબ ! અમારું બોલવું ભાનુપ્રસાદવિષે હતું; લલિતા બાઇના સામર્થ્યવિષે અમને કાંઇ ભ્રાંતિ નહોતી.વાત ૬.

પુના શેહેરમાં નાના ફડનવીશનો કાલાવાવરમાં બનાવેલો બાગ જે હજી કાયમ છે; તેમાં નાના પ્રકારનાં ફુલ ઝાડ રોપેલાં હતાં. તે બાગ જોવા સારુ અંગ્રેજ સરકારના બે લશ્કરી સાહેબ એક જોન્સ ને બીજો સ્મિથ નામના આવ્યા હતા. તેઓની સાથે ઘાશીરામ બાગમાં ચારે તરફ ફરવા લાગ્યો ને ફરતાં ફરતાં એક સોનવેલના ઝાડ પાસે આવ્યો; તે ઝાડની તારીફ કરીને ઘાશીરામે કહ્યું કે આ ઝાડ દેખાય છે તો નાહાનું; પણ ઠેઠ