પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
ઘાશીરામ કેાટવાલ.


સ્મિથ— માક્સિમિયન નામનો બાદશાહ હતો, તે ખાઇ ખાઇને એટલો જાડો થયો હતો કે, તેની બૈરીનાં હાથનાં કલ્લાં તેની આંગળીયે વીંટી જેવાં જણાતાં હતાં.

ઘા૦— અમારા સસરા ઘણા પુષ્ટ છે; પણ તેનાં આંગળાં એટલાં જાડાં થયાં નથી. ભીમસેનના જેવો માક્સિમિયન હશે એમ જણાય છે.

જોન્સ— વૈટેલિયસ નામનો બાદશાહ એક દિવસે પોતાના ભાઇને ઘેર જ્યાફતમાં ગયો ત્યાંહાં તેણે બે હજાર માછલી ને સાત હજાર પક્ષી ખાધાં.

ઘા૦— દુર્વાસા ઋષિને સાઠ ખાંડી અન જમવા જોઇતું હતું, એવું અમારા ભારતમાં લખ્યું છે, તો તમારા બાદશાહ શા હિસાબમાં ?

આ પ્રમાણે વાત સાંભળીને જોન્સ તથા સ્મિથ હસીને પેચમાં બોલ્યા કે, કોટવાલ સાહેબે અમને માત કરી હરાવી દીધા. હવે રજા આપો, એવું કહી પોતપોતાને મુકામે ગયા.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૭.

શ્રાવણ મહીનામાં બેલબાગમાં જનમાષ્ટમીને દિવસે મોટો ઉત્સવ થાય છે. તે રાત્રે વેશ નિકળે છે. તેનો બંદોબસ્ત રાખવાનું નાના ફર્દનિવીશે ઘાશીરામને કહ્યું હતું. વેશ કાઢનારા ઘણી જાતના લોક હતા. એ તમાસો જોવા સારુ ત્યાંહાં ઘણાં લોકો ભેળાં થયાં હતાં. એ તમાસામાં એક વખત ઘાશીરામ તથા તેના હાથ નીચેનો મુખ્ય જમાદાર જાનરાવ પવાર ગયા હતા. ઘાશીરામની સ્વારી આવ્યા પછી વેશ આવવાનો આરંભ થયો. કેટલાક વેશ આવી ગયા પછી ભાટનો વેશ આવ્યો. તે ભાટે સવાઇ માધવરાવ તથા નાના ફર્દનવીશની તારીફ કરી. પછી ઘાશીરામની સામે આવીને ખુશામતના બેાલ બોલવા લાગ્યો :-

અરે સરદાર ! આપ અમારા શહેરમાં છો તો વાઘ અને બકરી એક ઓવારે પાણી પીએ છે. ઓરતોએ બદફેલી કરવી છોડી દીધી છે. આપનું ધૈર્ય એવું છે કે, કોઈ વખત પર્વત હાલે; પણ કોઈ પ્રસંગ આવે તો આપ જરા ડગમગો નહીં.

આ વાત સાંભળી કોટવાલ સાહેબે જવાબ દીધો કે “તેણે મારી ખુબ પારખ કરી; તેરે જેસા કદરદાન મેરે દેખને મે આયા નહીં. તેરા સચ બચન સુન કરકે મેરી આત્મા સુપ્રસન્ન ભઈ. મેરે ધામકોં તું પ્રભાતકોં આવેગા તો તેરે તંઈ સેલા પગડી બખશીશ કરુંગા.” આટલું બોલવું થયું,