પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
ઘાશીરામ કોટવાલ.

હતા, તે પંડિતજીની રાખેલી મણિયારણની દુકાન હતી, ત્યાં વેચવા સારુ, લઈ જઈને મૂકતા હતા. જ્યારે ઘાશીરામના નોકરને ચીનાઇ માટીના ઘડા બીજે ઠેકાણે ન મળતા ત્યારે તેઓ એ જ દુકાનેથી વેચાતા લાવતા હતા. આ પ્રમાણે પંડિતજી તથા તેના ભાઇ તથા તેની રાખેલીઓનો રોજગાર ઘણા દિવસ ચાલ્યો. પછી તે રોજગાર ક્યારે બંધ થયો, તેની શોધ વાંચનારાઓની મરજી હોય તો તેઓએ જાતે કરી લેવો.



વાત ૯.

ઘાશીરામને કીમિયાનો છંદ ઘણો હતો, તેથી કરીને કોઇ પણ કીમિયાગર અથવા રસાયન શાસ્ત્ર જાણનાર વૈદ અથવા ઓલીઆની બાતમી માલુમ પડતી તો તેની પાસે પોતે જતો ને તેએાને પોતાને ઘેર પણ બોલાવતો, ને તે એની પાસે તરેહ તરેહના કામો કરાવતો હતો. આ ફંદમાં તેણે સેંકડો રુપીઆ ગુમાવ્યા, એ વાત સઘળા લોકોમાં સારી પેઠે જાહેર થઈ હતી. ભાંબુરડ ગામની વાડીમાં એક બ્રાહ્મણ આવીને ઉતર્યો હતો; તેણે પેાતાની જટા તથા નખ વધારેલા હતા, અને સઘળે શરીરે વિભૂતિ ચોળી હતી. તેનું નામ વાઘાંબરી બાવા હતું. તેની સાથે બે શિષ્ય હતા. તે ગામમાં જઈને ભીખ માગી લાવી બ્રહ્મચારી બાવાને ખવાડતા હતા. બાવા હંમેશા એક પીપલાનાં થાળાં ઉપર આંખો બંધ કરી વાઘના ચામડા ઉપર બેસી માળા ફેરવતા હતા. કોઈ પાઈ પૈસો તેની આગળ નાંખે તો તે ઉપર નજર કરતા નહીં. સમાધિ પૂરી થયા પછી આંખો ઉઘાડતા, ને મોહોડા આગળ જે પૈસા, ફુલ, પાન, અથવા ફળ વગેરે કાંઇ પડેલું હોય, તે સઘળું લાત મારીને પીપળાના થાળા નીચે નાંખી દેતા હતા, તે છોકરાંઓ લઇ જતાં હતાં. આ કારણથી આજુ બાજુના લોકોની ભક્તિ રોજ રોજ બાવા ઉપર વધતી ગઇ. પછી દરરોજ ઘણા પૈસા એકઠા થવા લાગ્યા. પછી બાવાજીના મોહેાડા આગળ મૂકેલી હરેક ચીજ તે લેતા નથી, એવું લોકોને માલુમ પડવાથી સીધું તથા હરેક ચીજ તેના શિષ્યને આપવા લાગ્યા; અને રાત્રે બાવાજી પૂજા કરી રહ્યા પછી જમતા. તે વખત કેટલીક મંડળી પ્રસાદ લેવા સારુ આવવા લાગી. દેવીપૂજા પૂરી થયા પછી આરતી કરીને દેવની આગળ બાવાજી પાનનાં બીડાં મૂકતા હતા. તે ઉપર કોઇ વખત પુતળિયું ને કોઇ વખત મોહોર કમ્મરમાંથી કાઢીને મૂકતા હતા. તે જોઇને લોકો ઘણા તાજુબ થયા. એક દિવસે એક જણે અધમણ બાસુદી, આટા તથા ઘી લાવીને શિષ્યને સોંપ્યું