પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
ઘાશીરામ કોટવાલ.


ઘા૦— આટલા ઉપાય શા વાસ્તે કરવા જોઇએ? તમારા દેશના વૈદમાં અક્કલ નહીં, તથા વૈદક શાસ્ત્રની બરાબર સમજ પણ નહીં એવું ખુલ્લું જણાય છે. એક જણ કદાપિ તેના સપાટામાંથી જીવતો રહ્યો તો તે ગરીબનું મોટું ભાગ્ય સમજવું. અમારા યુનાની હકીમ તથા દક્ષણી વૈદ ઘણા હોંશિયાર હોય છે. એક માણસના પેટમાં પાણી પીતા ચાર હાથ લાંબો સાપ ગળી જવાયેા હતો, તે વખતે તેને શ્રીપંત વૈદે એક માત્રા આપી, તે સાપ જીવતો પેટમાંથી કહાડ્યો. તે પકડી અમને પ્રત્યક્ષ દેખાડવા સારુ તે લાવ્યા હતા ને તે બદલ તેને સરકારમાંથી એક ગામ ઇનામમાં મળ્યું હતું.

ઇ૦— જેના પેટમાં તે સાપ પેસી ગયો હતો તે કોણ હતો ? તે સાપ ગળી જતાં કોઇએ દીઠું હતું કે નહીં?

ઘા૦— તે હમારા કારખાનાનો કારકુન હતો ને શ્રીપંત વૈદની જાતનો બ્રાહ્મણ હતો. તેણે સાપ અંધારામાં પાણી સાથે તેના પેટમાં પેસી જવાની હકીકત કહી હતી. તમારી મરજી હોય તો તેને બોલાવી પૂછું.

ઇ૦— તેને બોલાવવાની કંઈ જરૂર નથી. માણસના ગળાનો છેદ, ચાર હાથ લાંબા સાપનું જે જાડાપણુ છે તે બિલકુલ માનવા જોગ નથી. વાસ્તે જે પદાર્થ મોહોડાને રસ્તે પેટમાં જાય છે, તે ધાતુ, પથ્થર અથવા બીજી કાંઈ કઠણ ચીજ હોતી નથી; ત્યારે જે સ્થિતિમાં ગઈ તે જ સ્થિતિમાં બીજા દ્વારથી બહાર નિકળતી નથી, તેવું જો એકાદ પેટમાં ગયું, તો પછી આંતરડાની નળી છે, તેમાંથી ઉતર્યા શિવાય સફરાને રસ્તે નિકળનાર નથી; અને જે મનુષ્યની જેટલી ઉંચાઈ, તેથી છ ગણી લાંબી આંતરડાની નળી તેના પેટમાં હોય છે. વાસ્તે સાપ જીવતો ગયો તેવો જીવતો બહાર નિકળ્યો, એ વાત કાંઈ સંભવતી નથી. આપને તથા સરકારને શ્રીપંત વૈદ તથા આપના કારકુન એ બંનોએ એક સંપ થઇને ઠગ્યા, એ ખચીત છે.

ઘા૦— તમારા લોકોની સમજ ખોટી છે. પેટમાં જીવજંતુ પડે છે કે નહીં? અને હાથી કોઠ ગળે છે, તે તો તેવું બહાર નિકળે છે. મેં નજરે નજર જોયું છે.

ઈ૦— જીવજંત તથા કોઠ એ બંનેનો પ્રકાર નિરાળો છે.

ઘા૦— તે શી રીતે કહો વારુ?

ઈ૦— જંતુ મૂળથી જ પેટમાંના પેટમાં જ ઉત્પન્ન થઈ તેનું ત્યાં જ પોષણ થાય છે; ને તે આંતરડામાં ફરે છે, તે કારણથી તેમાંનો કોઈ જીવ