પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
ઘાશીરામ કેાટવાલ.

મોહોડાવાટે અથવા ઝાડાને રસ્તે બહાર નિકળે છે; પછી બહારની હવા લાગી એટલે મરી જાય છે. હાથીના પેટમાં આંતરડાંની નળી કોઠ કરતાં વધારે મેાટી છે, ને તે ફળનાં કાચલાં લાકડાં પ્રમાણે કઠણ છે. તે કારણથી તે પેટમાં એાગળી જતાં નથી; તો પણ તે કોઠના ઉપર ઘણા બારીક છેદ હોય છે; તેમાંથી જઠરાગ્નિ તે કોઠમાંનો રસ ચુસી લે છે. બાદ માત્ર પેલું કોઠ બહાર નિકળે છે. જો આપ કોઠ ફોડીને જોશો તો સહેજ આપને માલમ પડશે.

ઘા૦— તમારા તર્ક ઘણા લાંબા ચાલ્યા. તમારી સાથે વાદ કરવાથી કાંઇ ફળ નહીં. અમે પ્રત્યક્ષ સાપ જોયો તે ખોટું ને તમારી ખોટી ફુકરાજી ખરી એ કેમ થાય ?

ઈ૦— મરેલાં માણસ તથા કાપેલાં જાનવર અમારા જોવામાં ઘણી વાર આવ્યાં છે, તેથી પેટની અંદરની રચનાની અમને ખબર છે.

ઘા૦— હવે બસ કરો – બસ કરો ! જંગલી લોકમાં તથા પશુમાં કાંઈ અંતર નહીં. તેથી તમારા બોલવાનો ગુસ્સો અમને નથી. જાઓ, હવે વખત થયો. રેસિડેંટ સાહેબ શહેરમાં તોપખાતાની કવાયત જોવા આવનાર છે, તે વખત તમારી હુંશિયારી બતાવવી.

ઈ૦— એ જેમ હશે તેમ – એવું કહી ચાલ્યો ગયો.વાત ૧૩.

પક્ષીને પાંજરામાં રાખીને પાળવાનો તથા તેને બોલતાં શિખવવાનો ઘાશીરામને ઘણો શોક હતો. કોઈ પરદેશી માણસ આવે ત્યારે તેની આગળ પોતાના હીરામણ પક્ષીના બોલવાની તારીફ કરતો હતો. એક વખત એક આરબસ્થાનનો માણસ આવ્યો હતો, તેને કોટવાલે પોતાનો હીરામણ દેખાડ્યો. તે વખતે પક્ષી “રામ રામ હો દાદા, રામ રામ” એવા શબ્દ બોલ્યો. તે ઉપરથી એ પક્ષી શું બોલે છે ? એવું તે આરબના પૂછવા ઉપરથી તમને તે સલામ કરે છે, એવો કોટવાલે જવાબ દીધો. બાદ “ક્યા ખબર હેં?” એવું આરબે મુસલમાની જુબાનમાં તે પક્ષીને પૂછ્યું, તેને કંઈ પક્ષીએ જવાબ દીધો નહીં. તે ઉપરથી તે આરબે દેશદેશના પક્ષીની વાત કહી.

આગસ્ટસ સીઝર બાદશાહ માર્ક અંતોની ઉપર ચહડાઈ કરી ફત્તેહ મેળવીને મોટા દમામથી રોમ શહેરમાં આવતો હતો. તે વખત ઘણાં લોકો